વિસનગર ન.પા. પ્રમુખ સહિતના સભ્યો ભાજપમાં…

ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ તથા વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન તથા સભ્યો ભાજપામાં જોડાયા.

સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત હાલ ભાજપાનું સદસ્યતા વદ્ધિ ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે, નરેન્દ્ર મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને સૌ સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલીકામાં વિકાસ મંચના નામથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી વિજેતા બનેલ વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગાવિંદભાઇ પટેલ ભાજપમાં જોડાયા.

સ્ટાફ સીલેક્શન સમિતિના ચેરમેન કામીનીબેન પટેલ, સ્વચ્છતા કમિટિના ચેરમેન દમયંતીબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મીબેન બારોટ જોડાયા.

વિસનગર નગરપાલિકાના સભ્ય ભરતભાઇ પટેલ, જગદીશ ચૌહાણ તથા આશાબેન પ્રજાપતીએ ભાજપાનો કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત્ રીતે પાર્ટીમાં જોડાયા હતાં.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ જણાવ્યું હતુ કે, ભાજપાના સદસ્યતા વૃદ્ધિ ઝૂંબેશને વધુ અસરકારક રીતે આગળ લઈ જવા માટે ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાઓ સતત કાર્યરત છે.