નાગરિકતા કાયદા સામે મુંબઈમાં નાગરિકોએ કર્યો પ્રચંડ વિરોધ…

કેન્દ્ર સરકારે હાલમાં જ મંજૂર કરેલા નાગરિકત્વ સુધારા કાયદા સામેના વિરોધમાં 19 ડિસેંબર, ગુરુવારે ડાબેરી પક્ષોએ દેશભરમાં આંદોલન કર્યું હતું. તે અંતર્ગત મુંબઈમાં ગ્રાન્ટ રોડ ઉપનગરમાં ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે હજારો લોકો એકત્ર થયા હતા અને કાયદાની વિરુદ્ધમાં તેમજ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા.


લોકો વિરોધ વ્યક્ત કરતા સૂત્રો અને નારા લખેલા પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતર્યા હતા અને ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે એકત્ર થયા હતા.


આ દેખાવોમાં મુસ્લિમ સંગઠનો, ડાબેરી પક્ષોના આગેવાનો તથા બોલીવૂડ અભિનેતા ફરહાન અખ્તર સહિત અનેક સેલિબ્રિટી વ્યક્તિઓ પણ હાજર રહી હતી.


આ નાગરિકો 'હમ ભારત કે લોગ' બેનર હેઠળ એકત્ર થયા હતા.


આ નાગરિકોએ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા, ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, તથા દેશની બીજી અનેક યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા અત્યાચારો બદલ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.


ઓગસ્ટ ક્રાંતિ મેદાન ઐતિહાસિક એટલા માટે છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ 1942માં આ જ મેદાન પરથી બ્રિટિશરોને 'ભારત છોડો'નું એલાન કર્યું હતું.