અમદાવાદઃ આઈસીટી ઉદ્યોગમાં પરિવર્તનલક્ષી કામગીરી કરનાર કંપનીઓનું ગેસિયા એન્યુઅલ એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન આઈસીટી, 2018 દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટના બીજા દિવસે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં આ એવોર્ડઝ એનાયત કરાયા હતા. આઈસીટી ક્ષેત્રમાં ઈનોવેશનને વેગ આપવા માટે 10મા ગેસિયા એવોર્ડમાં 16 કંપનીઓને 13 અલગ અલગ કેટેગરીના એવોર્ડ એનાયત થયા હતા. આઈસીટી ક્ષેત્રે મજબૂતી અને ટેકનોલોજીમાં ઈનોવેશન દાખવીને ભારતને ગૌરવ અપાવનાર એકમોનું બહુમાન કરાયું હતું. ગુજરાતના માન. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે આ સમારંભમાં હાજરી આપી હતી.
ગુજરાત અને આઈસીટી ઉદ્યોગમાં ઉત્તમ કામગીરી દાખવનાર કંપનીઓને ગેસિયાએ ડીજીટલ સંશોધન અને પ્રગતિ તથા ઉદ્યોગના ભાવિને ધ્યાનમાં રાખીને થતી કામગીરીને બિરદાવી હતી.એવોર્ડના 13 કેટેગરીમાં 100 થી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા હતા. જ્યુરીના પ્રતિનિધિ સભ્યો માટે વિજેતા પસંદ કરવાની કામગીરી કપરી બની હતી. આઈસીટી ઉદ્યોગના પાર્ટનર ઓર્ગેનાઈઝેશન મહાનુભવોની હાજરીમાં આ એવોર્ડ એનાયત થયા હતા. FITAG, Invest India, AIM, EDI, ISODA, FICCI Flo, Icreate, SkyQuest, NASSCOM જેવી ટોચની કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ તથા ગેસિયા આઈટી એસોસિએશન અને સરકારી અધિકારીઓની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરાયા હતા.