GalleryFashion & Entertainment યામી ગૌતમનો સાડી લૂક, બેહદ સુંદર… January 13, 2020 યામી ગૌતમ બોલીવૂડની ખૂબસૂરત યુવા અભિનેત્રીઓમાંની એક છે. એ કોઈ પણ ડ્રેસમાં સુંદર દેખાય છે, પણ સાડી સાથેનો દેશી લૂક એને બહુ ગમે છે. પર્પલ રંગની, જરીની પહોળી બોર્ડરવાળી પરંપરાગત બનારસી સિલ્ક સાડી અને ઓરેન્જ બ્રોકેડ બ્લાઉઝમાં સજ્જ થઈને એણે હાલમાં જ અમુક પોઝ આપ્યાં હતાં. એણે તેનાં વાળ છૂટાં રાખવાનું પસંદ કર્યું હતું અને રેડ લિપ્સ એની સુંદરતામાં વધારો કરતાં હતાં.