અભિનેતા વિદ્યુત જામવાલે સુવર્ણ મંદિરમાં જઈ દર્શન કર્યા

બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલે 8 મે, સોમવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા.

વિદ્યુતની નવી ફિલ્મ ‘IB71’ આવી રહી છે. આ સ્પાઈ-થ્રિલર ફિલ્મ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. ફિલ્મ 12 મેએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અનુપમ ખેરની પણ મહત્ત્વની ભૂમિકામાં છે.