શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. ટ્રેલરમાં શાહિદ જબરદસ્ત એક્શન કરતો જોવા મળે છે. આ ફિલ્મમાં અભિનેતાએ પોલીસમેનની ભૂમિકા ભજવી છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં શાહિદ કપૂર અને પૂજા હેગડે પણ હાજર રહ્યાં હતા. ફિલ્મમાં શાહિદની સાથે સાથે અભિનેત્રી પૂજા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
તેમજ ફિલ્મમાં પાવેલ ગુલાટી, પરવેશ રાણા અને કુબ્રા સૈત પણ જોવા મળશે. શાહિદ કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ 31 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં શાહિદ કપૂરે સૈફ અલી ખાન પર થયેલા હુમલા વિશે પણ પ્રતિક્રિયા આપી હતી. ફિલ્મ રોશન એંડ્રરુસે ડિરેક્ટ કરી છે.
(તમામ તસવીરો: દીપક ધૂરી)