મુંબઈ: બોલિવૂડના તમામ સેલેબ્સે ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરી હતી. હવે આ સ્ટાર્સે તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ ક્રિસમસના રંગોમાં સજ્જ જોવા મળ્યા હતા. રેડ આઉટફિટ્સથી લઈને ક્રિસમસ ટ્રી અને ગિફ્ટ્સ સુધી, આ સ્ટાર્સે આ તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. આવો અમે તમને બોલીવુડ સ્ટાર્સના ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક બતાવીએ.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે સમગ્ર કપૂર પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. આ સિવાય વિકી કૌશલ, વરુણ ધવન, સારા અલી ખાન, બિપાશા બાસુ, શિલ્પા શેટ્ટી અને કિયાર અડવાણીએ પણ ધામધૂમથી ક્રિસમસને માણી હતી.