અમદાવાદ: ફ્રેન્ચ એમ્બેસી, દર્પણ એકેડમી અને એલિયાન્સ ફ્રાન્સિસ, અમદાવાદ(AFA) શહેરની કલા પ્રેમી જનતા માટે એક વિશેષ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. દર વર્ષની જેમ, આ વર્ષે પણ AFA દ્વારા વોલઆર્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક વાર્ષિક પ્રોજેક્ટ છે, જેમાં વિવિધ ફ્રેન્ચ આર્ટિસ્ટ ભારત આવીને વિશેષ સ્થળો પર પોતાનું ચિત્રકામ પ્રદર્શિત કરે છે.આ પ્રોજેક્ટના અંતર્ગત, ફ્રેન્ચ કલાકાર એલઝા માર્ટીનો 11 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર 2024 સુધી દર્પણ એકેડમી ખાતેની દિવાલ પર પોતાની ચિત્રકલા રજૂ કરશે. આ કાર્યક્રમ દરરોજ સવારે 10:30 થી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલશે. એલઝા માર્ટીનો પ્રસિદ્ધ ફ્રેન્ચ વોલ આર્ટિસ્ટ છે, અને તેઓ એટીઝની કલા શૈલીથી દર્પણ એકેડમીની પાછળની દિવાલ, જે ઉસ્માનપુરા રિવરફ્રન્ટ સામે આવેલી છે તેના પર વિશાળ ચિત્ર દોરશે.