ડી. ગુકેશ, મનુભાકર સહિત ચાર ખેલાડીઓને ખેલરત્ન, 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ

નવી દિલ્હીઃ વિશ્વ ચેસચેમ્પિયન, ડી ગુકેશ, ઓલિમ્પિકમાં શૂટિંગમાં બે મેડલ જીતનારી મનુ ભાકર, હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલ્મ્પિક સુવર્ણ પદકવિજેતા પ્રવીણકુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવશે.

આ વખતે ચાર એથ્લીટોને મેજર ધ્યાનચંદ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે, જ્યારે કુલ 32 એથ્લીટોને અને 17 પેરા એથ્લિટની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ડી. ગુકેશ દેશના સર્વોચ્ચ ખેલ એવોર્ડ માટે પસંદ થયેલો નાની વયનો ખેલાડી છે. ડી ગુકેશની વય 18 વર્ષ અને 221 દિવસ છે. આ પહેલાં અભિનવ બિન્દ્રાને આ એવોર્ડ આપવામાં આવ્યો, ત્યારે તેની વય 19 વર્ષ 10 મહિના અને 10 દિવસ હતી.

યુવા બાબતો અને સ્પોર્ટ્સ મંત્રાલયે બીજી જાન્યુઆરી, 2025એ આ જાહેરાત કરી હતી. બધા વિજેતાઓ 17 જાન્યુઆરી, 2025એ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સન્માનિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ખેલ એવોર્ડ માટે રચિત સમિતિની ભલામણો અને એમની તપાસ પછી સરકારે ખેલાડીઓ, કોચ અને યુનિવર્સિટીને એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. આ ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.

ખેલ રત્ન એવોર્ડ

ડી ગુકેશ (ચેસ), હરમનપ્રીત સિંહ (હોકી, પ્રવીણકુમાર (પેરા એથ્લેટિક્સ) અને મનુ ભાકર (શૂટિંગ).

અર્જુન એવોર્ડ

  1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ), 2. અન્નુ રાની (એથ્લેટિક્સ), 3. નીતુ (બોક્સિંગ), 4. સ્વિટી (બોક્સિંગ),
  2. વંતિકા અગ્રવાલ (ચેસ), 6. સલીમા ટેટે (હોકી), 7. અભિષેક (હોકી), 8. સંજય (હોકી), 9. જર્મનપ્રીત સિંહ (હોકી), 10. સુખજિત સિંહ (હોકી), 11. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ), 12. સરબજોત સિંહ (શૂટિંગ),
  3. અભય સિંહ (સ્ક્વોશ), 14. સાજન પ્રકાશ (સ્વિમિંગ), 15. અમન (કુશ્તી), 16. રાકેશ કુમાર (પેરા તીરંદાજી), 17. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ), 18. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ), 19. અજિત સિંહ (પેરા એથ્લેટિક્સ), 20. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ), 21. ધરમબીર (પેરા એથ્લેટિક્સ),
  4. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ), 23. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ), 24. સિમરન જી (પેરા એથ્લેટિક્સ), 25. નવદીપ (પેરા એથ્લેટિક્સ), 26. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન), 27. તુથુલાસિમથી મુરુગેસન (પેરા બેડમિન્ટન), 28. નિત્યાશ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન), 29. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન), 30. કપિલ પરમાર (પેરા જુડો), 31. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ), 32. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ),

રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે અર્જુન પુરસ્કાર ( લાઈફટાઈમ )

  1. સુચ્ચા સિંહ (એથ્લેટિકસ), 2. મુરલિકાંત રાજારામ પેટકર (પેરા સ્વિમિંગ)

દ્રોણાચાર્ય પુરસ્કાર (રેગ્યુલર શ્રેણી)

  1. સુભાષ રાણા (પેરા શૂટિંગ), 2. દીપાલી દેશપાંડે (શૂટિંગ) અને 3. સંદીપ સાંગવાન (હોકી)

દ્રોણાચાર્ય પુરસ્કાર (લાઈફટાઈમ)

  1. એસ. મુરલીધરન (બેડમિન્ટન), અર્મો એગ્નલો કોલાકો (ફૂટબોલ)

રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ

  1. ફિજિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2024

  1. ચંડીગઢ યુનિવર્સિટી (ઓવરઓલ વિનર યુનિવર્સિટી), લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (ફર્સ્ટ રનર-અપ યુનિવર્સિટી), 3. ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર (સેકન્ડ રનર-અપ યુનિવર્સિટી).