ફ્લાવર શો 2025: સુગંધ શણગારથી ઝળહળી ઊઠ્યું રિવરફ્રન્ટ

અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ પર દર વર્ષે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ સેન્ટરના વિશાળ પરિસરમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ફ્લાવર શો 2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષની શરૂઆતમાં પહેલાં અઠવાડિયામાં જ શરૂ થતાં આ વિશાળ ફ્લાવર શો ઓલમ્પિક ૨૦૩૬, નરેન્દ્ર મોદી શુસાસનના ૨૩ વર્ષ, યોજનાઓ, કાર્ટૂન કેરેક્ટર, વિશાળ સ્ટ્રકચર, પશુ પંખીઓના આકર્ષક પૂતળા, ડિઝાઈન સાથેના રંગબેરંગી ફૂલો આકર્ષણનું કેન્દ્ર રહેશે. રિવરફ્રન્ટ પશ્ચિમમાં વચ્ચે અટલ બ્રિજ અને આજુબાજુની વિશાળ જગ્યામાં યોજાતો ફ્લાવર શો રાત્રે પણ સુંદર લાગશે. રાત્રીના અંધારામાં ફ્લાવર શોની સુંદરતા ખીલી ઉઠે એના માટે વિવિધ સ્ટ્રકચર પર રંગબેરંગી લાઈટિંગ ગોઠવવામાં આવ્યું છે.. રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલા આ ‘ગ્લો ગાર્ડન ‘ના નજારાને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)