ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે… |
પોતે જે નથી કરતા તે કરવાની પોતાનાથી ઓછી સમજવાળી વ્યક્તિને શિખામણ આપતી કહેવત. ડાહી પોતાનું ઘર માંડતી નથી, સાસરે જતી નથી અને પારકી પંચાત કરતાં જેનામાં વિવેક બુદ્ધિ નથી તેવી ગાંડીને સલાહ આપે છે કે, “બહેન ! લગ્ન થયા પછી દીકરીએ તો પોતાનું ઘર માંડીને સાસરે જ રહેવું જોઈએ.” કહેવાતા ડાહ્યા અથવા મોટા માણસો પોતે જેનું આચરણ નથી કરતા તેની સલાહ બીજાને આપે ત્યારે આ કહેવત યાદ આવે છે.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)