સોનાની કટારી કેડે બંધાય પણ પેટે ન મરાય.

 

સોનાની કટારી કેડે બંધાય પણ પેટે ન મરાય.

 

 

મૂળ વાત પ્રમાણ ભાનની છે. યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ જ શોભે. વસ્તુ ગમે તેટલી પ્રિય હોય તો પણ એને સામાન્યત: પ્રસ્થાપિત પ્રણાલીઓ મુજબ નક્કી થયેલાં મર્યાદાનાં ધોરણો ઘણા અનુભવના અંતે ઘડાયાં હોય છે. કટારી એ હથિયાર છે. ભલે એ સોનાની ઘડાયેલી હોય કે અન્ય કોઈ ધાતુની, પણ એનું યોગ્ય સ્થાન કમરબંધ અથવા ભેટમાં રહેલું છે.

સોના અને હીરાથી નિર્મિત કટારી હોય કે સાદી કટારી હોય જગ્યા તો આ જ છે. આ અર્થમાં એવું સમજાયું છે કે સોનાની કટારી ભેટમાં નાખવાના બદલે પેટમાં નાંખીએ તો મરી જવાય. જેમ હાથી રાજદરબારમાં શોભે તે રીતે કટારી ગમે તેટલી મોંઘી હોય ભેટમાં જ શોભે, પેટમાં ન નંખાય.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)