પાણી પહેલા પાળ બાંધવી

 

   પાણી પહેલા પાળ બાંધવી

 

પાણી આવે ત્યારે એ પોતાનો રસ્તો એના વેગ, ઢોળાવ અને તેમજ અવરોધ અનુસાર કરી લે છે. આ કારણથી એવી આશંકા હોય કે આવનાર પાણી ઘરમાં ઘૂસી જાય અથવા તો ખેતરમાં જે તરફ વાળવાનું હોય અને બીજી તરફ વળી જાય તો આ ઘટના બને તે પહેલા અગમચેતીના પગલાંરૂપે પાળ બાંધીને કાં તો પાણીને આવતું રોકી શકાય અથવા તો નિર્ધારિત દિશામાં વાળીને એનો નિકાલ કરી શકાય.

કોઈ સંકટની આશંકા હોય ત્યારે આવું સંકટ આવે તે પહેલા એના ઉપાય કરવાની સલાહ આ કહેવત આપે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]