ભગવાન કાંઈ લાકડી લઈને મારતો નથી |
આપણે ઘણીવાર કહીએ છીએ કે સારુ કરનારનું સારું થાય છે. ભગવાન બધું જ જુએ છે. સાતમા પાતાળે પેસીને કરેલુ પાપ પણ ભગવાનની નજર બહાર નથી હોતું અને એટલે જ જે માણસ જેવું કરે છે તેવું ફળ તેને મળે છે. જો માણસ ખોટું કરે તો એને સજા થવી જોઈએ. પણ ભગવાન કંઇ પ્રત્યક્ષ એને સજા આપવા માટે સામે આવતા નથી. જેણે ખોટું કર્યું છે અથવા જેનાં કર્મ સારાં નથી તેને મોડા વહેલા પોતાના કરેલ કામનું ફળ મળે જ છે.
આ ફટકો જ્યારે પડે છે ત્યારે એ પાછળનું દેખીતું કારણ કંઈક જુદું જ હોય છે. પણ મૂળ કારણ તો ઈશ્વરીય ન્યાયનો સિધ્ધાંત કોઈને છોડતો નથી તે છે. એ અર્થમાં આ કહેવત વપરાય છે કે ભગવાન કાંઈ લાકડી લઈને મારતો નથી.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)