સૂતા જેવું સુખ નહિ ને મૂઆ જેવું દુ:ખ નહિ

સૂતા જેવું સુખ નહિ ને મૂઆ જેવું દુ:ખ નહિ

માણસ માટે ઊંઘ એ પાયાની જરૂરિયાત છે. નિન્દ્રાદેવીને ખોળે લપાઈ જતો માણસ એની બધી જ વ્યથાઓ વિસરી જાય છે. ક્યારેક તો મીઠા સપના પણ માણે છે. ઊંઘ થાકને દૂર કરે છે એટલે ગાઢ નિન્દ્રામાં સારી જવું એ પરમ સમાધિની સ્થિતિ છે. અને સ્વાભાવિક રીતે જ સુખ આપે છે.

આથી ઊલટું માણસ મૃત્યુને ભેટે તે પહેલા અનેક પ્રકારની યાતનાઓ અનુભવે છે. મૃત્યુની કલ્પના ખૂબ જ બિહામણી છે. એટલે એમાં જે અનુભવ થાય તે ખુબ દુ:ખદ હોય છે એવી કલ્પના છે. આમ તો મૃત્યુને પરમ શાંતિની સમીપે લઈ જનારું કહ્યું છે પણ આ કહેવાતમાં મૃત્યુને અત્યંત ભયાનક ગણીને એના જેવું યાતનાદાયક બીજું કશું નથી એ સંદર્ભમાં ઉલ્લેખ થયો છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)