મહેનતનાં ફળ મીઠાં |
એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તમે પરસેવો પાડીને જે મેળવો છો તે સિદ્ધિ ગૌરવવંતી હોય છે. આમેય સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવો પડે એવું સમજાવતી બીજી એક કહેવત ‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે ન્હાય’ ખૂબ સરસ રીતે પરિશ્રમનું મહત્વ સમજાવે છે.
સખત કામ કર્યું હોય અને કકડીને ભૂખ લાગે ત્યારે લૂખો રોટલો અને ડુંગળીનું ડળું પણ પાંચ પકવાન કરતાં મીઠાં લાગે છે. અહીંયાં આ કહેવત એવું કહે છે કે મહેનત કરશો તો એનું પરિણામ મીઠું આવશે અને તમને એ આનંદિત કરશે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)