બે ઘરનો પરોણો ભૂખે મરે

 

         બે ઘરનો પરોણો ભૂખે મરે

 

માણસ કોઈના પણ ત્યાં મહેમાન બનીને જાય ત્યારે જ સ્વાભાવિક રીતે જ એના ભોજન વિગેરેની વ્યવસ્થા યજમાનને ત્યાં જ હોય છે. હવે કોઈના ગામમાં એ એક કરતાં વધારે ઘરનો મહેમાન બને અને એની મહેમાનગતી કોને કરવાની છે તે નક્કી ના હોય ત્યારે ઘણી વાર બંને યજમાનો એક બીજાના વિશ્વાસે રહે અને સરવાળે પેલો યજમાન ભૂખ્યો રહે.

આમ સ્પષ્ટતા ના હોય ત્યારે એક કરતાં વધુ વિકલ્પો ખુલ્લા રાખવામાં નુકસાની વેઠવાનો સમય આવે એ હકીકત આ કહેવત પરથી સમજવાની જરૂર છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)