| દ્રષ્ટિ તેવી સૃષ્ટિ |
જીવનના કોઈ એક પ્રસંગ પ્રત્યે જોવાની કે વિચારવાની દૃષ્ટિ બે વ્યક્તિઓની જુદી-જુદી હોઈ શકે છે. એક જ પ્રસંગ કે બાબતને કોઈ વ્યક્તિ નકારાત્મક રીતે જુએ, તો બીજી વ્યક્તિ એ જ બાબતને સકારાત્મક રીતે જુએ.
કોઈને પ્યાલો અર્ધો ભરેલો દેખાય, તો કોઈને એ જ પ્યાલો અર્ધો ખાલી દેખાય.

એટલે કે, એક જ પ્રસંગને જોવાનો બે વ્યક્તિઓનો દૃષ્ટિકોણ ભિન્ન હોઈ શકે છે. જો તમારો દૃષ્ટિકોણ બદલાય, તો તમારી દુનિયા પણ બદલાઈ જાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)






