સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સમયે ફરી પ્રકાશમાં આવ્યો ખાલીસ્તાનનો મુદ્દો..

શિકાગો-કશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ભારતમાં વિવિધ મુદ્દાને લઇને રોજ વિરોધ પ્રર્દશન જોવા મળે છે. ત્યારે અહીં અમેરીકામાં પણ હાલમાંજ 15મી ઓગષ્ટની ઉજવણી સમયે ખાલીસ્તાનના મુદ્દાને લઇને ભારતીયો તેમજ કેટલાક પંજાબીઓ દ્વારા આમને-સામને વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.

શિકાગોના ભારતીય દુતાવાસ પાસે ઝંડાવંદન સમયે કેટલાક વ્યક્તિઓએ ખાલીસ્તાનના મુદ્દાને લઇને ભારતનો વિરોધ કર્યો હતો. જેના જવાબમાં દુનિયાભરમાં પહેલીવાર કેટલાક ભારતીયોએ એકત્ર થઇને  ખાલીસ્તાનના મુદ્દામાં ભારતના પક્ષમાં પોતાનો વ્યુ મુકીને વિરોધ કરનારનો વિરોધ કર્યો હતો.

શિકાગોમાં ના સ્થાનીક સમયે સવારે 8 વાગ્યે ફ્લેગ હોસ્ટીંગ બાદ ખાલીસ્તનની આઝાદીના મુદ્દાને લઇને કેટલાક શખ્સો એકત્ર થઇને ભારતનો વિરોધ કરતા હતા. જેના જવાબમાં 100 જેટલા ભારતીયો એકત્ર થઇને વિરોધીની સામે વંદેમાતરમૂ, અને ભારતમાતા કી જય ના નારા લગાવીને વિરોધીઓનો વિરોધ કર્યો હતો.

હાલમાંજ, પાકીસ્તાનના વડાપ્રધાન જ્યારે અમેરીકાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પણ ખાલીસ્તાનનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. ત્યારે હાલમાં 15 ઓગષ્ટ એટલે કે 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સમયે શિકાગોમાં ખાલીસ્તાનનો મુદ્દો ફરિ એકવાર ચર્ચામાં આવ્યો છે.

15મી ઓગષ્ટની ઉજવણી સમયે શિકાગોમાં વસતા મૂળ ભારતીય નિરવ પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે, અગાઉ પણ ખાલીસ્તાનના મુદ્દાને લઇને અમેરીકામાં વારંવાર વિરોધ કરવામાં આવે છે. ત્યારે હાલમાં ઉજવણી સમયે ભારતીયોએ વિરોધ કરનારા વ્યક્તિઓનો વિરોધ કરીને ભારતના પક્ષમાં અને દેશહીતમાં પહેલી વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો હતો.

USAથી નીરવ ગોવાણીનો અહેવાલ