ગરમીની સિઝનમાં આખુ વર્ષ હોંશે હોંશે ડેનિમ પહેરતા શોખીનો તોબા પોકારી જતા હોય છે અને આકરો ઉનાળો આવે એટલે ડેનિમના શોખીનોને કંટાળો આવવા લાગે છે અને કેમ ન આવે કકારણ કે જ્યારે ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી જતો હોય ત્યારે જિન્સ પહેરવાની હિંમત કોણ કરે.
તેમ છતાં જિન્સ હવે તો રોજિંદા પહેરવેશમાં અનિવાર્ય બની ગયું છે, પરંતુ ઉનાળો આવતા વાતાવરણમાં એટલી ગરમી વ્યાપી જાય છે કે જિન્સ પહેરવાના વિચારમાત્રથી જ કંટાળો આવી જાય છે તેથી ઉનાળામાં જિન્સ પહેરવું ગમતું નતી, પરંતુ સ્ટાઇલિશ રહેવા માટે યુવતીઓના માટે જિન્સ સૌથી મનગમતો વિકલ્પ છે. આ ઉનાળામાં ડિઝાઇનર્સે ડેનિમની એવી સ્ટાઇલ વિકસાવી છે જેનાથી તમે ઉનાળામાં પણ ડેનિમના વિવિધ આઉટફિટ્સ રજૂ કર્યાં છે. આ આઉટફિટ્સમાં ફ્રોકથી માંડીને શોર્ટ્સ, કેપ્રી ગાઉન, ટી શર્ટ, કુર્તી જેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કે ઉનાળામાં તમે ડેનિમ પહેરીને પણ કૂલ અને સ્ટાઇલિશ કેવી રીતે લાગી શકો છો.
ફેશન જગતમાં ડેનિમ સાથે ઘણા બધા પ્રયોગો થાય છે. તેમાં તાજેતરમાં જ આ પ્રકારના વિવિધ ક્લેકશન જોવા મળ્યા હતા. તેમાં લાઇટ વેઇટ કુર્તી, ટી શર્ટ અને સ્કર્ટનો સમાવેશ થાય છે. યુવતીઓ ઉનાળામાં જિન્સના પેન્ટને કોરાણે મૂકીને ડેનિમની આ વિવિધ વસ્તુઓ પર ચોક્કસપણે પસંદગી ઉતારી શકે છે. તમે રોજિંદા પહેરવેશમાં તથા ઓફિસ વેરમાં કે ટ્રીપમાં પહેરી શકે છે. તમે જિન્સ પેન્ટના બદલે કોટન જિન્સ લેગિંગ્સ ઉપર સરળતાથી પસંદગી ઉતારી શકો છો. અને તેની સાથે વિવિધ પ્રકારની ટી શર્ટ કે કુર્તી ટ્રાય કરી શકો છો. જો તમારી બોડી સપ્રમાણ હોય તો તમે લૂઝ ડેનિમના સ્કર્ટ કે પલાઝો પણ ટ્રાય કરી શકો છો. ઉનાળા પણ તમને ડેનિમ પહેરવું ગમતું હોય તો તમે કોટન જિન્સ ઉપર પણ પસંદગી ઉતારી શકો છો.
જોકે જ્યારે પણ લાઇટ વેઇટ ડેનિમ કે જિન્સના કોઈ પણ પોશાક ટ્રાય કરો ત્યારે યાદ રાખવું કે તમારી શરીરની ભણતા કેટલી ગરમીને સહન કરવાન છે. કારણ કે તમે અતિશય ગરમી અનુભવતા હશો તો તમારા માટે કોટન કે લિનન બેસ્ટ ઓપ્શન છે પરંતુ જે લોકો ગરમી સહેજ પણ સહન ન કરી શકતા હોય તેમણે જિન્સના જેગ્ગિંસથી દૂર રહેવું. કારણ કે અતિશય ટાઇટ જેગિંગ્સ કે જિન્સ ત્વચા ઉપર પરસેવાને કારણે ફંગસ અને અન્ય સ્કીન પ્રોબ્લેમ ઉભી કરી શકે છે.
તમે જિન્સની સાથે મેચ કરવા માટે અન્ય મિટિરિયલનો ઉપયોગ પણ કરી શકો છે ઉનાળામાં જિન્સના શર્ટ, કોટી, વેસ્ટ કોટ વગેરે ઘણા ઓપ્શન મળી રહે છે તે સમયે તમારે તમારું ડ્રેસિંગ એવી રીતે નક્કી કરવું જેમાં ડેનિમ અને કોટનનો સુમેળ હોય. જિન્સ અને કોટન ટી શર્ટ સાથે મેળ કરીને તમે પીના ફ્રોક કે કુર્તા જેવો લાઇઠ કલરનો ઝભ્બો અને કોટન જિન્સ પહેરી શકો છો. આ પ્રકારનુ ડ્રેસિંગ એકમ કૂલ લુક આપે છે અન સાથે સાથે તમને ગરમીમાંથી પણ રાહત મળે છે. તો આ ઉનાળા માટે હવે પસંદ કરી લો ડેનિમની બનાવટના વિવિધ વિકલ્પ.