ફ્રિઝી વાળની સમસ્યાને ઉકેલો ફ્રિઝ વડેઃ ઘરમાં જ ઉપલબ્ધ છે ઉપાય

CourtesyNykaa.com

વાળની સંભાળ લેવી છે, પણ સલૂનમાં જઈને ટ્રીટમેન્ટ કરાવવા માટે મોટી રકમ ખર્ચવાની ઈચ્છા નથી. તો અમે તમારા માટે ઉપાય શોધી કાઢ્યા છે. આ કુદરતી, ફ્રિઝથી લાભદાયી એવા ઉપાયો છે જેનાથી તમારાં વાળને પોષણ મળશે, તમારાં વોલેટ પર જરાય બોજો પણ નહીં પડે. તો શું હેર-સ્પા જેવી જ ખુશી ઘરમાં મળે? હાસ્તો વળી!

ફ્રિઝી વાળ (ભેજ કે બહુ ગરમીને કારણે એકદમ ઊભાં થઈ જતા અથવા ગૂંચવાઈ જતા) અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે વાંચોઃ


એપલ સાઈડર વિનેગર

અનિયંત્રિત વાળને કાબૂમાં રાખવા માટે એપલ સાઈડર વિનેગર એકદમ ઉપયોગી ઈલાજ છે. આમાં રહેલાં એસિડ્સનાં ઉંચા સ્તરને લીધે વાળની ગૂંચ નીકળી જાય છે અને વાળમાં તંદુરસ્ત ચમક આવે છે, જ્યારે આલ્ફા હાઈડ્રોક્સી અને વિટામીન B અને C તાલકાની ચામડીને સાફ કરી દે છે. પાણીમાં ACVના માત્ર બે ટીપાં મિક્સ કરો અને તમે શેમ્પૂ અને કન્ડિશનર લગાવી દો તે પછી એને વાળમાં રેડી દો. ૨-૩ મિનિટ સુધી એને એમ જ રહેવા દો અને પછી પાણીથી ધોઈ નાખો. લો, થઈ ગયા તમારા વાળ સિલ્ક જેવા સ્મૂથ.

સૌથી સહેલો ઉપાયઃ The Beauty Co. Apple Cider Vinegar Shampoo


એવોકાડો

એવોકાડો ગુઆકમોલી (મેક્સિકન ડિશ)માં તો સરસ જ લાગે, પણ તમારાં વાળ માટે પણ ઉપયોગી છે. આમાં વિટામીન-C અને ઢગલાબંધ હાઈડ્રેટિંગ ફેટ્ટી એસિડ્સ છે, જે તમારાં વાળની સ્થિતિમાં સુધારો લાવી દે છે. એવોકાડોમાં વિટામીન-E ભરપૂર માત્રમાં હોય છે જેથી તમારાં ફ્રિઝી વાળને સુધારવામાં મદદરૂપ થાય છે. પાકેલા એવોકાડોનું પેસ્ટ બનાવો અને એમાં થોડુંક ઓલીવ ઓઈલ મિક્સ કરો અને એને માસ્કની જેમ વાળમાં લગાડો. એને ૩૦ મિનિટ સુધી એમ જ રહેવા દો. અઠવાડિયામાં બે વાર આવું લગાડો, એનાથી વાળમાં ઘણી રાહત લાગશે.

સૌથી સહેલો ઉપાયઃ Wow Hair Conditioner Organic Virgin Coconut Oil + Avocado Oil


કેળાં

કેળાંમાં રહેલા કુદરતી તેલ અને ભરપૂર માત્રામાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ, વિટામીન્સ અને પોટેશ્યમ ફ્રિઝી અને ખરાબ થઈ ગયેલા વાળને સુધારે છે. આ કુદરતી કન્ડિશનર છે, મોઈશ્ચરને જાળવી રાખે એવા પોષકતત્ત્વોનું મિશ્રણ છે, એ તમારાં વાળને સુંવાળા બનાવે છે અને વધારે જાડાં પણ બનાવે છે. જો તમારાં વાળમાં સ્પ્લિટ એન્ડ્સ હોય તો એ તકલીફ પણ દૂર થઈ જશે. એક પાકાં કેળાને છુંદી નાખો, એમાં ૧/૪ ભાગ દહીં ઉમેરો, એમાં બે ચમચા મધ અને ઓલીવ ઓઈલ મિક્સ પણ કરો. ૩૦ મિનિટ સુધી એમ જ રહેવા દો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ નાખો.

સૌથી સહેલો ઉપાયઃ The Body Shop Banana Truly Nourishing Shampoo


બીયર

તમને ખબર છે કે બીયરથી પણ તમારાં વાળ સુધરી શકે છે? તો તમને એ જણાવીએ કે આ કોઈ દાદીમાની વાર્તા નથી! આ પ્રોટીન્સ અને વિટામીન Bનું મિશ્રણ જે તમારાં વાળને સુંવાળા બનાવે છે અને એને હાઈડ્રેટ કરે છે. તમારી છેલ્લી પાર્ટીમાંથી કંઈ બચ્યું છે? તો એને એક વાટકામાં રેડો અને આખી રાત એને ડીકાર્બોનેટ થવા દો, જ્યાં સુધી એ ફ્લેટ ન થઈ જાય. ત્યારબાદ તમારાં વાળને શેમ્પૂથી ધોઈ નાખો, તમારાં કન્ડિશનરની જગ્યાએ બીયરની ધારને સ્થિર રીતે રેડતા રહો અને ઠંડા પાણીથી ધોઈ નાખો. બે અઠવાડિયામાં એક વાર આવું કરો જેથી તમારાં વાળ સરસ સ્થિતિમાં રહેશે.

સૌથી સહેલો ઉપાયઃ Park Avenue Daily Shiny & Bouncy Beer Shampoo


આરગન ઓઈલ

આપણે સૌએ કોકોનટ ઓઈલનો તો ખૂબ જ ઉપયોગ કરી જોયો છે, પણ આરગન ઓઈલ પણ એટલી જ પ્રબળ (અને ઓછી વાસવાળું) ઔષધી છે જે અનિયંત્રીત વાળને ઠીક કરે છે. આવશ્યક ફેટ્ટી એસિડ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામીન A અને Cથી ભરપૂર આરગન ઓઈલ કોઈ કેમિકલ-ફ્રી હેર સ્પા ટ્રીટમેન્ટની જેમ કામ કરે છે, જે તમારાં વાળને 360-ડિગ્રી પોષણ આપે છે જેથી એ ભરાવદાર અને ચમકદાર દેખાય છે. ઉત્તમ પરિણામ મેળવવા માટે એનો ઉપયોગ હેર માસ્ક તરીકે કરો, તમારાં તાલકા પર મસાજ કરો અને વાળા છેડા પર એને સંપૂર્ણ રીતે લગાડો. તમારા માથાને ટુવાલથી ઢાંકી દો અને બીજા દિવસે વાળને ધોઈ નાખો. તમારી સલુનની અપોઈન્ટમેન્ટ રદ કરવાનું કદાચ તમને મન થઈ જશે.

સૌથી સહેલો ઉપાયઃ Coccoon Protective Hair Serum with Argan Oil & Vitamin E

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]