હોળી ધૂળેટીનો તહેવાર આવતા જ વાતાવરણમાં રંગોની બૌછાર છવાઈ જાય છે. વાસંતી રંગોની સાથે આવતો આ તહેવાર વાતાવણને ખુશખુશાલ બનાવી દે છે. તો પછી માનુનીઓ આ તહેવારના રંગોમાં પોતાના આઉટફિટ્સ સાથે પણ રંગોની જમાવટ કરી શકે છે. જોકે તહેવારના પર્વમાં ડ્રેસિંગ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમારી પાસે ટાઇ એન્ડ ટિ પ્રિન્ટના આઇટફિટ્સ હોય તો તમે તેને સરળતાથી તહેવારના સમયમાં ટ્રેન્ડી ડ્રેસિંગ કરી શકો છો.
મોટા ભાગે તો ટાઇ એન્ડ ડાઇ પ્રિન્ટમાં બધા જ ડાર્ક રંગો વપરાતા હોય છે આ પ્રિન્ટ પહેલા તો ફક્ત ડ્રેસમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે તો કુર્તા, શોર્ટ ફ્રોક, સ્કર્ટ, વગેરેમાં ટાઇ એન્ડ ટાઇ પ્રિન્ટનો ટ્રેન્ડ જોવા મળે છે. હોળી ધૂળેટીના તહેવારમાં મોટા ભાગે તહેવારોમાં સફેદ વસ્ત્રો જોવા મળે છે. તેની ઉપર રંગબેરંગી રંગોના કારણે જે ડિઝાઇન છવાઈ જાય છે તેના કારણે આઉટફિટ્સ વધારે નીખરી આવે છે. ધૂળેટીના તહેવારમાં મોટા ભાગે લોકો લાઇટ રંગના વસ્ત્રો પહેરતા હોય છે.
અહીં બતાવેલા આઉટફિટ્સમાં તમે કુર્તી,ડ્રેસીસ, ફ્રોકથી માંડીને મેક્સી બધા જ પ્રકારના વસ્ત્રોમાં ટાઇ એન્ડ ડાઇ પ્રિન્ટ જોવા મળશે. તમે સફેદ રંગના વસ્ત્રો ઓછા પસંદ હોય તો તો તમારા માટે ડાર્ક રંગના ડાઇ એન્ડ ડાઇના આઉટફિટસ યોગ્ય છે કેટલાક યૂનિસેક્સ શર્ટ તો સ્ત્રી અને પુરૂષો બંને પહેરી શકે તેવી હોય છે હવે તો વિદેશી સ્ત્રીઓ પણ આ પ્રકારના વસ્ત્રો પસંદ કરે છે. જોકે તેઓ ફ્રીલવાલા તથા ક્રોપ ટોપ વધારે પસંદ કરે છે.
ટાઇ એન્ડ પ્રિન્ટ કોટનના જાડા કપાડ ઉપર કરવામાં આવે છે મોટા ભાગ કચ્છમાં આ પ્રકારની ડિઝાઇન તથા બાંધણી વધારે જોવા મળે છે અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબડાસા તાલુકાના તેરા ગામના ખત્રી અલીમોહમ્મદ ઓસમાણ)ને કચ્છી બાંધણી-ટાઇ એન્ડ ડાઇ માટે વર્ષ 2014નો રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને હસ્તે એનાયત થઈ ચૂક્યો છે. તેરા ગામના કારીગરો અગાઉ 3 રાષ્ટ્રીય એવોર્ડ અને 1 નેશનલ મેરીટ મેળવી ચૂક્યા છે. અગાઉ 2004માં અલીભાઇના ભાઇ અબ્દુલરહેમાન ઓસમાણને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.
2007માં કોરિયાના સિઓલ ખાતે સુકમિયુંગ યુનિવર્સિટીમાં પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું, તો ઓમાનના મસ્કત ખાતે 2009 અને 2015માં ઇન્ડોનેશિયા ખાતે પ્રમાણપત્રથી નવાઝાયા હતા. તેરા ગામ હેરિટેજ વિલેજ તરીકે જાણીતું છે તો વળી તાજેતરમાં જ ચિત્રકળા ક્ષેત્રે સારી કામગીરી બદલ કચ્છના અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે જે પણ આનંદની વાત છે. ફેશનની સાથે સાથે તેની સાથે જોડાયેલા મૂળના લોકોનું પણ સન્માન થાય તેંનો આનંદ તો હોય જ ને.