તમારાં સ્કિનકેર પ્રોડક્ટ્સને લગાડવા માટે દિવસના શ્રેષ્ઠ સમય વિશે જાણો

CourtesyNykaa.com

તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક જણ જે ક્રીમ લગાડે એ તમને માફક કેમ નથી આવતું? તો એનું કારણ એ હશે કે તમે યોગ્ય સમયે એ લગાડતા નહીં હો. તમારી ત્વચાને કઈ પ્રોડક્ટ્સ માફક આવશે એ જો તમે જાણતા હો તો પણ તમે માત્ર અડધી બાજી જ જીત્યા કહેવાવ. તમે એ ક્રીમ ક્યારે લગાડો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. તો જ તમારી ત્વચાને એનો શ્રેષ્ઠતમ લાભ મળે. કેમ? કારણ કે તમારી ત્વચા કુદરતે નિર્માણ કરેલા ૨૪-કલાકના ચક્રને અનુસરે છે, જેની અસર તમારાં હોર્મોનનાં સ્તર, આબોહવા અને સૂર્યપ્રકાશ તેમજ રાતના સમયે ત્વચાનાં કોષોની પુનઃઉત્પત્તિ પર રહે છે. ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ડો. અંજુ મેથિલ આ વાતે સહમત થાય છે. એ કહે છે, “અભ્યાસો પરથી માલુમ પડ્યું છે કે ત્વચામાં થયેલો બગાડો ત્વચા પોતે જ વધારે અસરકારક રીતે દૂર કરે છે અને એનો સમય છે રાતે ૧૦ અને મધરાત વચ્ચેનો. તેથી તમારે એ સમયની પહેલાં નાઈટ ક્રીમ્સ લગાડવા જોઈએ. આપણે જ્યારે સૂઈ જઈએ ત્યારે આપણું શરીરનાં કોષો એની મેળે જ ઠીક થઈ જતા હોય છે. તેથી તમારે તમારાં હાઈ પાવર્ડ એન્ટી-એજિંગ પ્રોડક્ટ્સ તથા રેટિનોઈડ્સને રાતના સમય માટે સાચવી રાખવા જોઈએ, કારણ કે સૂર્યના તડકામાં એની અસર બરાબર હોતી નથી.” તમારા સીરમ, મોઈશ્ચરાઈઝર, સનસ્ક્રીન, આય ક્રીમ તેમજ અન્યને લગાડવા માટેનો શ્રેષ્ઠ સમય શોધી કાઢવા માટે દર કલાકના ચક્રને સમજીએ જેથી તમારું સ્કિનકેર રૂટિન સેટ થઈ થાય.

સવારે ૬ વાગ્યે

સવારે તમે જેવા જાગો ત્યારે સૌથી વધારે સંવેદનશીલ રહેતી હોય છે તમારી ત્વચા. આ સમયે હોર્મોનને લગતી પ્રક્રિયા એકદમ તેજ હોય છે અને એને લીધે કોઈક એલર્જિક પ્રતિક્રિયા ઊભી થઈ શકે છે, જેમ કે ત્વચામાં ખંજવાળ થાય કે લાલાશ આવે. આ સમયે ચહેરાને O3+ Hydrating & Soothing Face Wash જેવું રાહત આપનાર ફેસ વોશ લગાડવાનું કે Fabindia Aloe Vera Soothing Gel લગાડવાનું ઉત્તમ રહેશે.

સવારે ૮-૯ વાગ્યે

આખા CTM (ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ) રૂટિનને સંભાળવો એ રોજિંદી વાત છે. જેમ કે સીરમ્સ, મોઈશ્ચરાઈઝર્સ અને હાઈડ્રેટિંગ સનસ્ક્રીન્સ જેવા અન્ય પ્રોડક્ટ્સ લગાડવા. વાસ્તવમાં, તમારી ત્વચાને આવા મોઈશ્ચરની ત્યાં સુધી જરૂર જ નથી, સિવાય કે એ અસાધારણ રીતે સૂકી હોય. “તમારી ત્વચા સવારના સમયમાં સીબમ (ચીકાશ) પેદા કરે છે જે ત્વચાને કુદરતી રીતે મોઈશ્ચરાઈઝ કરે છે જેથી તમારે અતિરિક્ત મોઈશ્ચરની જરૂર હોતી જ નથી,” એમ મેથિલ કહે છે. એને બદલે તમે કોઈ ટોપિકલ એન્ટીઓક્સિડન્ટ લગાડવા પર ધ્યાન આપો એ વધારે મહત્ત્વનું રહેશે જેમ કે ( Age Lock Vitamin C Booster Serum ) અથવા Neutrogena UltraSheer Dry Touch Sunblock SPF 50+ જેવું સનસ્ક્રીન લગાડો તો સારું રહેશે. આ કોમ્બિનેશન તમારી ત્વચાને પર્યાવરણીય તણાવ, પ્રદૂષણ અને સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપશે, એવું ડો. મેથિલનું કહેવું છે.

બપોરે ૧૨ વાગ્યે

આ સમયે સૂર્ય માથા પર હોય અને તાપ સખત પડતો હોય. UV કિરણો સામે ત્વચાને રક્ષણ આપવા માટે બપોરના સમયે કુદરતી રીતે જ ત્વચામાં તૈલી તત્ત્વ ઉત્પન્ન થતું હોય છે. આ સમયે તમારે Dromen & Co Green Tea Blotting Paper જેવું ફેશિયલ બ્લોટિંગ પેપર હાથવગું રાખવું જોઈએ. પણ એટલું યાદ રાખવાનું કે ત્વચા પર આને ઘસવાનું નથી, માત્ર હળવા હાથે દબાવવાનું છે.

સાંજે ૪ વાગ્યે

જો તમે કોઈ એરકન્ડિશન્ડ ઓફિસમાં કામ કરતાં હો તો તમારી ત્વચા તંગ અને શુષ્ક બની જાય એવી શક્યતા રહે, કારણ કે તમારું મોઈશ્ચરાઈઝર હાઈડ્રેટિંગ થતું ન હોય. “જો તમારી ત્વચા સૂકી હોય તો કોઈ હલકું, નોન-ઓઈલી પણ હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર અથવા સીરમ લગાડવું સારું રહેશે,” એમ તેઓ કહે છે. નાયકા સલાહ આપે છેઃ The Face Shop White Seed Brightening Lotion

રાતે ૯ વાગ્યાથી – મધરાત

એન્ટી-એજિંગ પદાર્થો લગાડવાનો આ એકદમ ઉચિત સમય છે, કારણ કે તમારી ત્વચાને સૂર્યપ્રકાશ, પ્રદૂષણ કે ઉગ્ર તાપમાનથી રક્ષણ આપવાની ચિંતા તમારે કરવાની નથી. “કહેવાનો મતલબ એ કે તમારે ધ્યાન એની પર કેન્દ્રિત કરવાનું છે કે તમારી ત્વચાનાં કોષો પુનઃઉત્પત્તિ પ્રાપ્ત કરે તથા કરચલીઓ ન પડે,” એમ ડો. મેથિલ કહે છે. એવા પ્રોડક્ટ્સ લો જેમાં આલ્ફા હાઈડ્રોક્સી એસિડ્સ, હાઈલુરોનિક એસિડ, એન્ટીઓક્સિડન્ટ્સ, રેટીનોલ, મેલાનીનને અંકુશ્માં રાખતા કોજિક એસિડ અથવા વિટામીન C અને પેપ્ટાઈડ્સ હોય. આમાં તમે આ લઈ શકો છોઃ Kaya Replenishing Night CreamL’Oreal Paris Revitalift Laser X3 Night Cream Mask અથવા Kiehl’s Midnight Recovery Concentrate. અલબત્ત, એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે આ લગાડ્યા પહેલાં વ્યવસ્થિત રીતે ક્લીન્ઝિંગ અને ટોનિંગ કરવાનું જેથી તમારું નાઈટ ક્રીમ કોઈ પણ પ્રકારની બાધા વગર એનું શ્રેષ્ઠ કામ કરી શકે.