૮ પ્રવાસલક્ષી બ્યુટી સલાહ

CourtesyNykaa.com

ઉનાળાની રજાનાં દિવસો આવી ગયા છે એટલે હવે સમય બરબાદ કરવાની જરૂર નથી. તમે તમારાં ડ્રીમ વેકેશન પર જવા માટે ભરપૂર નાણાં ખર્ચ્યાં હશે અને વેકેશન પર જવાનો સમય આવી ગયો છે એટલે તમારા બ્યુટી રૂટિન વિશેની ચિંતા છોડી દો. તે છતાં છોકરીઓને તો હંમેશાં ફોટામાં સુંદર દેખાવું જ ગમે. તો તમારી બ્યુટી સ્લીપ અને સમય બરબાદ કર્યા વગર પણ કેવી રીતે સરસ દેખાવું જોઈએ?

તો એવી છોકરીઓ માટે પ્રવાસને લગતી આ રહી આઠ બ્યુટી સલાહ!

 

 

આ છે, તમારું નવું BFF ડ્રાય શેમ્પૂ

તમારાં કેશ બાઉન્સી અને ચમકદાર રહે એ માટે દરરોજ સવારે એને ધોવાની જરૂર રહે છે? હોલીડે પર ગયાં હોઈએ ત્યારે માથામાં શેમ્પૂ લગાડવાનો અને પછી કેશને બ્લો ડ્રાય કરવાનો સમય કોને હોય? તો અજમાવો ડ્રાય શેમ્પૂ. જ્યારે તમારાં કેશને ધોવાની જરૂર જણાય તો માથામાં Batiste Dry Shampoo Instant Hair Refresh Clean છાંટી દો. એક ક્વિક ટીપઃ આ ફોર્મ્યુલાને રાતે જ લગાડી દેવું. એમ કરવાથી રાત દરમિયાન તમારાં કેશમાં જે અતિરિક્ત તેલ નીકળ્યું હોય તે રાતના સમયમાં જ શોષાઈ જશે. વધુમાં, રાત્રે ઊંઘમાં તમે આમતેમ પડખું ફરો એટલે વાળમાં ભારેપણું આવી જાય.

 

તમારી બ્યુટી સ્લીપને બનાવો વધારે સુંદર

મોલ્સમાં અને બીજા મોજમજાના સ્થળોએ જવાની દોડધામ હોય ત્યારે અસંખ્ય ફેસ ક્રીમ્સ અને સીરમ્સ લગાડવાનો સમય કોને હોય. તમે ઊંઘ આઠેક કલાકની લેતા હશો. તો એ તાણમુક્ત અને નિરંતર સમયનો ઉપયોગ લોશન અને પોશન માટે કરો તો કેવું, કારણ કે સવારમાં તમને એ માટેનો સમય કદાચ ન મળે. એક વધુ લાભની વાતઃ એ સમય એવો હોય છે જ્યારે તમારી ત્વચા કોષોની સંખ્યા વધારીને આપમેળે જ એને ઠીક કરવાનું કામ કરતી હોય છે. તો લોશન કે માસ્ક લગાડવાનો એ સમય ઉચિત રહેશે. રાતના સમયે લગાડવા માટે પસંદ કરો Estee Lauder Nutritious Vitality 8 Night Radiant Overnight Creme / Mask જેવું ક્રીમ કે માસ્ક, જે ત્વચાની સંભાળમાં મદદરૂપ થાય છે જેથી તમે સવારે જાગો ત્યારે ખુશ હો અને ત્વચામાં તાજગી હોય. છેને એકદમ વિશિષ્ટ!

 

નકલી પાંપણ છે ઉત્તમ વિકલ્પ

આયલાઈનર અને મસ્કારા લગાડવાની ઝંઝટને હવે ભૂલી જાવ. કર્લિંગ, લેન્ધનિંગ અને લૂછવાની માથાકૂટમાં બહુ સમય ખર્ચાઈ જાય. એને બદલે બે નકલી પાંપણ લગાડવી સારી. આમાં ઝંઝટ બહુ ઓછી રહે છે અને તમારી આંખો વધારે ખુલ્લી લાગશે. આ એટલી સસ્તી અને સરસ વસ્તુ છે કે તમે એકદમ તૈયાર દેખાશો અને માત્ર લિપ ગ્લોસ, સનસ્ક્રીન સાથે બહાર જઈ શકશો. અમને તો ખાસ કરીને આ ગમે છે – Ardell Natural Strip Lashes – 109 Demi Black.

 

મલ્ટીટાસ્કિંગને લઈ જાવ એક નવા જ સ્તરે

એક બાજુ તમારા મિત્રો અને પરિવારજનો પ્રવાસે નીકળવા માટે ઉતાવળા થયા હોય ને તમે ઢગલાબંધ પ્રોડક્ટ્સમાં અટવાયેલા હો. પ્રવાસમાં સામાન બહુ ઓછો રાખવો એવું છોકરીઓનું માનવું છે. એવા મલ્ટીપરપઝ પ્રોડક્ટ્સ પેક કરવા જોઈએ જેથી તમારો સામાન વજનમાં હળવો રહે. જેમ કે Lakme Absolute Lip Tint Creme – Grape Hint જેવું ટિન્ટેડ ક્રીમ સ્ટેન, જે ગાલ અને હોઠ બંને માટે કામ લાગે. તેમજ મેટ SPFવાળું કોમ્પેક્ટ Maybelline New York White Super Fresh Compact જે ચિકાશને શોષી લેતા ફેસ પાવડર અને સનસ્ક્રીન, એમ બે રીતે ઉપયોગમાં આવે છે. વાત સમજાઈ ગઈ હશે…

 

ફાઉન્ડેશનને બદલે કન્સીલરનો ઉપયોગ કરો

ફાઉન્ડેશન લગાડવા અને બ્લેન્ડ કરવામાં તમારી કિંમતી મિનિટો ખર્ચવાને બદલે કન્સીલરને બધી ઉચિત જગ્યાઓએ લગાડીને ફૂલ કવરેજ લુક બનાવો. Inglot Cream Concealer જેવું હલકા વજનનું અને હાઈડ્રેટિંગ કન્સીલર સાથે રાખવું ઉત્તમ રહેશે, જે ત્વચા પર થીગડાં જેવા દેખાવાને બદલે ઓગળી જાય છે. આંખોની નીચેના ભાગમાં, નાક અને હડપચીની આસપાસમાં કે કોઈ પણ ડાઘ પર કન્સીલર લગાડવાનું શરૂ કરો. આવા ભાગો પર કન્સીલર લગાડવાથી આખો ચહેરો તેજસ્વી અને સુંવાળો બને છે. આખા ચહેરા પર ફાઉન્ડેશન લગાડ્યું હોય એવું લાગે છે. તે પછી તમારા કોમ્પેક્ટને હલકે હાથે દબાવો.

 

એવા પ્રોડક્ટ્સ પસંદ કરો જે તમે આંગળીથી લગાવી શકો

પ્રવાસ વખતે સામાન હળવો રાખવો એ વાત ધ્યાનમાં રાખીને નકામા બ્રશ અને સ્પોન્જને પડતા મૂકી દો. એને બદલે ક્રીમ-બેઝ્ડ પ્રોડક્ટ્સ પસંદ કરો અને તમારી આંગળીઓ વડે જ એ લગાડવાનું રાખો. એનાથી ફરક માત્ર અમુક સેકંડ્સનો જ પડશે, પણ પ્રવાસની ધાંધલમાં દરેક સેકંડ કામની બને. તે ઉપરાંત ક્રીમ બ્લશીસ અને આય શેડોસ વધારે કુદરતી અને ઉચિત રહેશે અને પાવડરવાળી ફોર્મ્યુલાઝને બદલે દિવસ અનુસારનું ફિનિશ ઉત્તમ રહેશે.

 

હેરસ્ટાઈલઃ પ્રવાસમાં ખાસ

તમારા કેશની સ્થિતિ ગમે તેવી હોય, તમે જેમાં સરસ દેખાવ એવી એકદમ ઝડપથી બનાવી શકાય એવી ત્રણ હેરસ્ટાઈલ તૈયાર રાખો. અમારી સલાહ આ ત્રણ માટેની છે – બ્રેઈડ, ટોપ નોટ અને પાતળી લૉ પોનીટેલ. આની પહેલાથી જ પ્રેક્ટિસ કરી લેવી જેથી તમે આંખો બંધ કરીને પણ એ આસાનીથી કરી શકો. કોઈક દિવસ તમારાં વાળ ભલે ગમે તેવી સ્થિતિમાં હોય, પણ આ હેરસ્ટાઈલથી તમે સરસ દેખાશો અને એમાં માંડ ત્રણેક મિનિટનો જ સમય લાગે છે.

 

બધું જ્યારે કામ ન લાગે ત્યારે

તમે વધારે પડતું ઊંઘ્યા હો ને બીજા દરેક જણ પ્રવાસે જવા માટે ઉતાવળા થયા છે. આવા સમયે તમારી છેલ્લી ઘડીની બેસ્ટ ફ્રેન્ડ છે, તમારી લિપસ્ટિક. આખા ચહેરા પર મેકઅપ કરવાને બદલે તમારાં હોઠ પર તમારી ફેવરિટ રેડ લિપસ્ટિક લગાડી દો. અમને તો ગમે છે, L’Oreal Paris Pure Reds Color Riche Collection Star Lipsticks. આ લગાડવાથી તમારામાં તરત જ આત્મવિશ્વાસ આવી જશે અને તમારી ઊંઘ પણ ભાગી જશે. ફાયદો જ ફાયદો!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]