ચીકણી ત્વચાની સમસ્યા? એના ઉપાય તમારાં રસોડામાં જ છે

CourtesyNykaa.com

જો તમારી સિબેશસ ગ્રંથિ વધારે પડતી સક્રિય બની જાય તો તમારી ત્વચાને નુકસાન કરે. અમારી વાત માનજો, કારણ કે અમે આની સાબિતી મેળવી છે. ત્વચાની વધારે પડતી ચમકને મેકઅપ વડે ઢાંકી દેવું એ કંઈ ઉપાય નથી, એ તો આખરી સહારા જેવું છે. તે છતાં આનંદ થાય એવી વાત એ છે કે એવું ઘણું બધું છે જે તમે તમારાં રસોડામાં જ મેળવી શકો છો જે તમને તમારી ચીકણી ત્વચાની સમસ્યાનો અસરકારક રીતે ઉકેલ લાવવામાં મદદરૂપ થશે.

અહીં એક એવી સરળ યાદી આપવામાં આવી છે જેમાં ચીકણી ત્વચાની સમસ્યાના સચોટ ઉપાયો છેઃ


દૂધનો ઉપયોગ

મમ્મી સાચું જ કહેતી હતી. દૂધ પીવાનું ટાળવું એ ખરાબ આદત હતી અને એ આજે પણ છે. પણ આ વખતે અમે તમને દૂધનો ઉપયોગ એમાં રહેલાં સ્કિનકેર તત્ત્વોને માટે કરવા કહીએ છીએ, જે ચીકણી ત્વચાની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થશે. કામ સાવ સરળ છે, કાચા દૂધને તમારાં ચહેરા પર લગાડો અને એ સૂકાઈ જાય પછી ધોઈ નાખો. છેને, સહેલું, અસરકારક અને સાવ સરળ?


દિવસનું એક સફરજન

ડોક્ટરને દૂર રાખવાના આપણા જિંદગીભરના પ્રયાસો હજી પણ ચાલુ હોય એવું લાગે છે. એક સફરજન લો અને એને છીણી નાખો અથવા વાટી નાખો અને પછી એને તમારાં ચહેરા પર લગાડી દો.૧૦-૧૫ મિનિટ સુધી એમ જ રહેવા દો અને પછી ચહેરો ધોઈ નાખો. આમાં, બીજો વિકલ્પ એ છે કે તમે એમાં મધ પણ ઉમેરી શકો છો અને આ જ રીતનું પુનરાવર્તન કરો. ત્વચા વધારે સુંવાળી, વધારે મુલાયમ અને વધારે સાફ થઈ જશે.


જીવને આપ્યા છે લીંબું

એક લીંબુુને દબાવીને એનો રસ કાઢો અને તમારી ચીકણી ત્વચા પર માસ્કની જેમ લગાડો. બે ભાગ પાણી લેવાનું અને એક ભાગ લીંબુનો રસ લેવાનો. બંનેને મિક્સ કરવાના અને એને તમારાં ચહેરા પર લગાવી દો. પાંચ-૧૦ મિનિટ સુધી રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. તમે લીંબુનાં રસ, મધ અને દૂધ મિક્સ કરીને ફેસમાસ્ક પણ બનાવી શકો છો. આ ત્રણેયને મિક્સ કરો, તમારાં ચહેરા પર લગાવો અને ૧૦-૧૫ મિનિટ પછી ધોઈ નાખો, ત્વચા ચમકદાર બની જશે.


ઠંડી ઠંડી કાકડી

જેમ જીવને તમને લીંબુ આપ્યું અને લીંબુનો રસ બનાવ્યો, બસ એવી જ રીતે કાકડીનો રસ કાઢો. તમારાં સ્કિનકેર રૂટિનમાં કાકડી ખૂબ મહત્ત્વની ચીજ છે, ખાસ કરીને ત્વચા જો ચીકણી હોય તો. કાકડીનાં કટકા કરો, તમારાં ચહેરા પર એને ઘસો અને આખી રાત એમ જ રહેવા દો. બીજો વિકલ્પ એ છે કે, તમે અડધી કાકડીને છોલી નાખો અને પછી એને છીણી નાખો. એને દબાવીને એમાંથી રસ કાઢો અને પછી એને તમારાં ચહેરા પર અને ગળા પર લગાડી દો. સૂકાઈ ન જાય ત્યાં સુધી એને તમારાં ચહેરા પર રહેવા દો. એ સૂકાઈ જાય પછી એને પાણીથી ધોઈ નાખો. દરરોજ આમ કરવાથી તમારી ત્વચા ઠંડક પ્રાપ્ત કરશે.


ટમેટું રે ટમેટું..

જ્યારે તમે અરીસામાં જુઓ અને તમને લાગે કે તમારી ત્વચા ચીકણી થઈ છે અને ત્વચા પર મોટાં છિદ્રો દેખાય છે તો તરત જ તમારાં રસોડામાંથી પેલાં ટમેટાં બહાર લઈ આવજો. તમારે આટલું કરવાનું છેઃ ટમેટાંને દબાવીને એનો રસ કાઢવાનો અને ગાળવાનો છે. એમાં થોડોક કાકડીનો રસ ઉમેરો અને તમારાં ચહેરા પર એ લગાડો. દરરોજ આવું કરશો તો, તમને સરસ પરિણામ મળશે. બીજો વિકલ્પ એ છે કે, એક ટમેટાનાં બે ભાગ કરો  ટૂકડા કરો અને તમારાં ચહેરા પર એને ગોળગોળ ફેરવો. ૧૫ મિનિટ સુધી એમ જ રહેવા દો  અને પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. ટમેટાં કહો કે ટામેટાં!, આ અદ્દભુત રીતે કામ કરે છે, પછી એ વધારે પડતી ચીકણી ત્વચા હોય કે એની પર ખીલ થયા હોય.


ચીકણી ત્વચા પર ઈંડાનો ઉપાય

ત્વચા પર પડતા મોટા છિદ્રો અને ચીકણી ત્વચાની સમસ્યા દૂર કરવાનો આસાન ઉપાય છે ઈંડાના સફેદ ભાગનો માસ્ક. કારણ કે છિદ્રોને સંકોચવામાં અને ત્વચાને મજબૂત બનાવવામાં એ મદદરૂપ થાય છે. એક ઈંડું લો (એ મોટું હોય તો સારું) અને જરદીથી સફેદ ભાગને અલગ કરો. ઈંડાના સફેદ ભાગમાં લીંબુનાં રસનાં ૩-૪ ટીપાં ઉમેરો અને એવી રીતે હલાવો કે બંને તત્ત્વ સંપૂર્ણપણે એકબીજાં સાથે મિક્સ થઈ જાય. એ પછી આ માસ્કને તમારાં ચહેરા પર લગાડો અને એને સૂકાવા દો. એ સૂકું થઈ જાય અને થોડુંક કડક થઈ જાય ત્યારે ચહેરો ધોઈ નાખવો. તમે ૧૦-૧૫ મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઈ શકો છો.


મધનાં ગુણ વિશે જાણો

ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરવાના ઘરેલુ ઉપાયોમાં ઉત્તમપણું એ છે કે એમાં કોઈ મસમોટો ખર્ચો થતો નથી. સોનાની જેમ ચળકતા પ્રવાહી એટલે કે મધ ભરેલો વાડકો લો. આમાં જે બેક્ટેરિયાનાશક ગુણ રહેલા છે એ તમારી ત્વચાને ધીમે ધીમે પોષણ પૂરું પાડશે. તમારાં ચહેરા પર મધનો થર લગાવો અને ૧૫ મિનિટ સુધી એને એમ જ રહેવા દો. પછી એને પાણીથી ધોઈ નાખો. વૈકલ્પિક રીતે, એક કેળાને એમાં મિક્સ કરો અને ચહેરા પર લગાવો. એનાથી ત્વરિત હાઈડ્રેશન થશે. ૧૦-૧૫ મિનિટ સુધી એને એમ જ રહેવા દો અને પછી પાણીથી ધોઈ નાખો.

નાયકા સલાહ આપે છેઃ

It’s Skin The Fresh Mask Sheet – Honey

The Face Shop Real Nature Lemon Face Mask

Tjori Neck Lightening Lemon Face & Neck Pack

Mirabelle Korea Cucumber Fairness Facial Mask

Innisfree My Real Squeeze Mask – Tomato

Biotique Milk Protein Whitening & Rejuvenating Face Pack