કહેવાય છે કે દરેક મહિલાને અરીસામાં રહેલી મહિલા હંમેશાં જગતી સુંદર સ્ત્રી લાગતી હોય છે. મહિલાઓને સાજ શણગાર કરવા ખૂબ ગમે છે. અને સ્ત્રી માટે સુંદર દેખાવા મેકઅપ સૌથી અગત્યની બાબત છે અત્યાર સુધી આપણે જાણતા હતા કે મેકઅપ ઘણો મોટો મેકઓવર કરી નાંખે છે જોકે તમને જાણીને આનંદ થશે કે મેકઅપ કરવાના અન્ય ઘણા ફાયદા છે તો ચાલો આજે તે અંગે જાણીએ.
તમને ખબરજ છે કે મેકઅપ કરવાથી ફક્ત સુંદરતા નથી નિખરતી પરંતો તમારો મૂડ પણ મસ્તમજાનો થઈ જાય છે. દરેક યુવતીની ઇચ્છા હોય છેકે તે હંમેશાં સરસ દેખાય. તે પછી કોઈ પણ પ્રસંગ કેમ ન હોય કે પછી રોજનું ઓફિસ રૂટિન હોય. મેકઅપ આત્મવિશ્વાસ વધારેછે અને તમારા પ્રાકૃતિક ગુણો નિખારે છે આવું મેકઅપ નિષ્ણાતો કહે છે.
મેકઅપ કરવો તે મોટી કળા છે. તેને એક કળાની જેમ કરવામાં આવે તો તમને સારું રિઝલ્ટ મળશે. મેકઅપ કરનાર માટે ચહેરો કેન્વાસ સમાન હોય છે અને તેની પર તે વિવિધ મેકઅપ ટુલ્સ તેમજ કોસ્મેટિક્સની મદદથી ચહેરાની સુંદરતા વધારે છે.
પોતાન જાતને પ્રેમ કરતા શીખવે છે મેકઅપ
મેકઅપ દરેક સ્ત્રીને તેની જાતને પ્રેમ કરતા શીખવે છે. મેકઅપ કરતી વખતે એ ન વિચારો કે બીજાને તમારો ચહેરો કેવો લાગશે. એ વિચારો કે તમને તમારો ચહેરો કેવો લાગશે. લોકો કદાચ ગમે તે કહે પણ જો તમને મેકઅપ કરવો પસંદ છે તો તમે તમારા ચહેરા પર મેકઅપ લગાવી શકો છો. જો તમને લાગે છે કે તમે જો લાલ લિપસ્ટિક કે ડાર્ક આઇ શેડો કરીને ખુશ હો અને તમને એ સૂટ થતું હોય તો તમે એ કરી શકો છો. અને ઘણી યુવતીઓ એવી હોય છે જે ફક્ત આંખમાં કાજળ લગાવીને પોતાની જાતને આત્મવિશ્વાસુ અનુભવે છે.
તમારો થાકને થઈ જશે દૂર
મેકઅપના કારણે તમારા ચહેરાની સુંદરતા તો વધે જ છે સાથે સાથે તમારો થાક પણ દૂર થઈ જાય છે. મેકઅપ કીટ જોઇને ઘણી યુવતીઓ ખુશ થઈ જતી હોય છે વિવિધ પ્રકારની મેકઅપ કીટ જોઇને જ તેઓ તરોતાજા થઈ જતા હોય છે. થાક લાગ્યો હોય તો પૂરતી ઉંઘ લેવી જરૂરી છે પરંતુ જ્યારે થાકેલી હાલતમાં પણ કેટલીક મિટિંગ અથવા તો સોશિય્લ ફંક્શન ટાળી શકાય તેમ ન હોય તો મેકઅપ તમને મદદ કરશે. ફાઉન્ડેશન, વ્હાટનિંગ ક્રીમ, મસ્કારા, કાજળ, લિપસ્ટિક જેવા ગણતરીના મેકઅપના સાધનોથી તમે તમારા થાકને છૂમંતર કરી શકો છો. અને તમારો લુક એકદમ વાઇબ્રનટ લાગે છે. ક્યારેક તો આ કામ ફક્ત બીબી ક્રીમ દ્વારા થઈ શકે છે.
યોગ્ય મેકઅપ દ્વારા તમે લાગશો પરિપકવ
મેકઅપ બે કામ કરે છે તમારી વયને છુપાવે છે જોકે કયારેક પરિપકવ મહિલાઓ કિશોરીઓ જેવો મેકઅપ કરે ત્યારે તે યોગ્ય નથી લાગતો. મેકઅપ ચહેરાની ખામીને છુપાવે છે એનો અર્થ એ નથી કે તમે ઢગલાબંધ વસ્તુઓ વાપરીને તમારી નજાકતતા અને નમણાશને છુપાવી દો. માટે મેકઅપ એ રીતે કરવો કે તમારા ચહેરાની નમણાશ ન ખોવાઈ જાવ.