ધીરેધીરે ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરવા માંડી છે. દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ગુજરાતભરમાં વ્યાપક બને તેવી સૌની ઇચ્છા છે અને કેમ ન હોય, આકરી ગરમી અને બફારાને સહન કરીને સૌ હવે ચાતક નજરે વરસાદને વધાવવા આતુર છે. ત્યારે ચાલો આજે જાણીએ કે ચોમાસામાં પહેરવેશથી માંડીને એક્સેસરીઝ અંગે કેવું ધ્યાન રાખવું જોઈએ,
આ સિઝનમાં પહેરવા માટે કેપ્રી આ સિઝનમાં પહેરવા માટે યુવક યુવતીઓ કેપ્રી સૌથી યોગ્ય છે તો શોર્ટસ અને બરમૂડા પણ યોગ્ય છે જ્યારે રંગની વાત કરીએ તો તમે લાઇટ ડાર્ક કોઈપણ રંગ પહેરી શકો છો. તમે કોલેજગોઇંગ યુવતી હો તો તમારા માટે શોર્ટસ ચોમાસા માટેનો ઉત્તમ વિકલ્પ બની રહેશે. પરંતુ હા એકદમ ટૂંકા શોર્ટસને બદલે ઘૂંટણ સુધીના શોર્ટસની પસંદગી કરવી. શોર્ટસમાં વિવિધ રંગો અને મટિરિયલની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે.
ઘનઘોર વાદળ છવાયા હોય અને ચારે તરફ લીલોતરી લહેરાતી હોય તેવી ચોમાસાની ઋતુ મજાની છે અને તેમાંય વાદળીયા વાતાવરણમાં યુવક અને યુવતીઓ મિત્રો અને સ્નેહીજનો સાથે આઉટિંગ પ્લાન કરતા હોય છે તેવા સમયે શું પહેરવું અને કેવા મટિરિયલ વાપરવા કરવા તે અંગે ઘણી મથામણ ઉભી થતી હોય છે કારણ કે બનીઠનીને નીકળ્યા હો અને ક્યારે મેહુલિયો તમને ભીંજવી દે તે નક્કી નહીં.
ચોમાસાના ડ્રેસઅપ માટેનો સૌથી સરળ ઉપાય એ છેકે તમારા વોર્ટરોબમાંથી જાડા ડેનિમ, કોટન અન જ્યૂટ જેવા મટિરિયલને તિલાંજલિ આપી દો.અને સિન્થેટિક પ્રકારના મટિરિયલથી તમારું વોર્ડરોબ અપડેટ કરી દો. સાથે સાથે તમારી એક્સેસરીઝને પણ અપડેટ કરવી જરૂરી છે. તો જ તમે મોન્સૂનની મજા લઈ શકશો. ચોમાસામાં યોગ્ય ફૂટવેરને કારણે તમે લપસી પડવાના ડર વિના કે કાદવ કીચડના ડાઘ પડશે તેની ચિંતા વિના ચાલી શકો છો. તેમ જ ખાસ ચોમાસું પગરખાંથી ચોમાસાના આઉટફિટ્સ સાથે તમે તમારી વિશેષ છાપ ઉપસાવી શકો છો.
સાથે જ તમારા ક્લેકશનમાં ટ્રાન્સપરન્ટ બેગ અને પર્સ જરૂરથી રાથો જે તમને એકદમ ટ્રેન્ડી લુક આપસે. સાથે જ ચોમાસાના સમયમાં આઉટિંગમાં જવાના હોતો વસ્ત્ર સજ્જાની સાથે સાથે મેકઅપનું પણ ધ્યાન રાખો ચોમાસામાં તમે સિલિકોન મેકઅપ, વોટરપ્રૂપ મેકઅપ કે બેઝ મેકઅપ કરીને અપડેટ રહી શકો છો. તો વળી મિનરલ મેકઅપ વોટરપ્રૂફ તો હોય જ સાથે સાથે આ મેકઅપ કરવાનો ફાયદો એ રહે છે કે તેનાથી ચહેરો એકદમ ફ્રેશ લાગ છે. તો વળી હવે તો યુવક અને યુવતીઓ માટે મોન્સૂન ફૂટવેર પણ મળે છે.
વસ્ત્રોની સાથે સાથે તેની સાથે બંધ બેસે તેવા ફૂટવેર પહેરવા જરૂરી છે. કપડાં મોંઘા અથવા તો લેટેસ્ટ ફેશનના પહેર્યા હોય, પરંતુ ફૂટવેર મેલાઘેલા અને યોગ્ય નહીં હોય તો તમારા મોંઘા વસ્ત્રોની કોઈ કિંમત નહીં રહે.