પવિત્ર પુરુષોત્તમ માસ શ્રાવણ માસ સાથે આવી રહ્યો છે. ત્યારે ભગવાનના પ્રસાદ ધરાવવા માટે ઘરમાં જ બનાવી લો ઈન્સ્ટન્ટ ગુલાબ નાળિયેર ગુલકંદ લાડુ! આ લાડુ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.
સામગ્રીઃ
- કોપરાનું ખમણ 150 ગ્રામ
- કન્ડેન્સ્ડ મિલ્ક / મિલ્કમેડ 75 ગ્રામ (¼ કપ)
- રોઝ એસેન્સ ¼ ટી.સ્પૂન
- લિક્વિડ ફુડ કલર પિંક 2 ટીપાં
- ગુલકંદ 100 ગ્રામ
રીતઃ કોપરાનું ખમણ થોડું એક પ્લેટમાં કાઢી લઈ બાકીનું કોપરાનું ખમણ એક મોટા બાઉલમાં લઈ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, રોઝ એસેન્સ ફુડ કલર પિંકના 2 ટીપાં મેળવીને હાથેથી લોટ બાંધી દો. આમાંથી એક નાનો લાડુ વાળીને તેને ચપટો કરી લો. તેમાં થોડું ગુલકંદ ભરીને લાડુને ચારેતરફથી બંધ કરીને ગોળ વાળી દો.
આ વાળેલા લાડુને નાળિયેરના ખમણમાં રગદોળીને એક પ્લેટમાં ગોઠવી દો. 1 કલાક રેફ્રિજરેટરમાં મૂક્યા બાદ ખાવાના ઉપયોગમાં લો.