બટાકાના લાડુ
સામગ્રીઃ
* 4 નંગ બાફેલા બટાકા
* 1½ વાટકી દળેલી ખાંડ
* 100 ગ્રામ મોળો માવો
* 50 ગ્રામ કોપરાનું ખમણ
* 4 ચમચી ઘી
રીતઃ ઉપર જણાવેલી બધી જ સામગ્રી મિક્સ કરો. નાના લાડુ બનાવી દાડમના દાણાથી સુશોભિત કરવા. ફ્રીજમાં દસ દિવસ સુધી રાખી શકાશે.
પીનવીલ સમોસા
દિવાળી ટાઈમે ઈઝી, ટેસ્ટી અને ક્વિક રેસિપી એટલે પીનવીલ સમોસા
સામગ્રીઃ
મસાલાઃ
* 1 ટે.સ્પૂન તેલ
* ½ ટી.સ્પૂન જીરૂ
* 1 ઈંચ આદુ
* 2 લીલા મરચાં
* 4 મધ્યમ કદના બટાકા, મીઠું સ્વાદ અનુસાર
* 2 ટે.સ્પૂન કિચન કિંગ મસાલા
* ¼ ટે.સ્પૂન ખાંડ,
* ¼ ટી.સ્પૂન આમચૂર પાવડર
* 1 ટે.સ્પૂન તાજી કોથમીર
લોટઃ
* 1½ કપ મેંદો
* ¼ ટી.સ્પૂન અજમો
* મીઠું સ્વાદ અનુસાર
* પાણી જરૂર પ્રમાણે
* તેલ તળવા માટે
રીતઃ
મસાલાઃ
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ અને આદુ અને લીલા મરચાં નાખી હલાવો.
હવે બાફીને ચૂરો કરેલા બટાકા ઉમેરો. હવે, કિચન કીંગ મસાલો, મીઠું અને ખાંડ નાખી બધું બરોબર હલાવો. હવે આમચૂર પાવડર નાખો અને કાપેલી કોથમીર નાખો.
બધું બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી પુરણ એક બાઉલમાં કાઢી લો.
લોટઃ
તાસમાં લોટ, મોયણ, અજમો, મીઠું સ્વાદ પ્રમાણે નાખો. જરૂર જેટલું પાણી લઈ બધું મિક્સ કરી લોટ બાંધી દેવો.
લોટને 10 મિનિટ રેસ્ટ આપો.
પીનવીલ સમોસા:
બાંધેલા લોટનો મોટો લુઓ બનાવી એની પુરી વણો. ઉપર તૈયાર કરેલું બટાકાનું મિશ્રણ પાથરો. એને રોલ કરી પાણી લગાવો. રોલ ફીટ વાળી ફ્રિજમાં 10 મિનિટ રાખવું.
પછી knifeથી રોલને સ્મોલ રાઉન્ડમાં કટ કરી ગરમ તેલમાં તળવા. ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.
લીલી ચટણી, દહીં અને ગળી ચટણી સાથે સર્વ કરો.
– અભિનિષા આશરા