પાલક તમને ન ભાવતી હોય તો તેનું અલગ રીતનું ક્રિસ્પી, સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો. મહેમાન આવ્યા હોય તો જમણવારમાં સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકો છો!
સામગ્રીઃ
- પાલકના પાન 2-3 પાણીએથી ધોઈને સમારેલા 3-4 કપ
- કોર્નફ્લોર 4 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- આદુનો ટુકડો 1½ ઈંચ
- લસણની કળી
- તેલ તળવા માટે
- લીલા મરચાં 2-3
- વાઈટ વિનેગર 1 ટે.સ્પૂન
- ડાર્ક સોયા સોસ 3 ટે.સ્પૂન
- ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- સફેદ તલ 3 ટે.સ્પૂન
રીતઃ કોર્નફ્લોર પાલકમાં મેળવીને પાલકને કોર્નફ્લોરથી કોટ કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને પાલક તળી લો.
લસણ, આદુ તેમજ મરચાંને ઝીણા સમારી લો.
એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી સમારેલાં આદુ, લસણ તેમજ લીલા મરચાં 2 મિનિટ સુધી સાંતડો. ત્યારબાદ તેમાં વાઈટ વિનેગર, સોયા સોસ ઉમેરીને તળેલી પાલખ પણ તેમાં ઉમેરી દો. તવેથા વડે હળવે હળવે પાલક મિક્સ કરી લો.
હવે તેમાં ચિલી ફ્લેક્સ, સફેદ તલ તેમજ સ્વાદ મુજબ મીઠું પણ મેળવી દો. હળવે હળવે મિક્સ કરીને 2 મિનિટ સાંતળીને ઉતારી લો.