ફ્લાવરના પકોડા

પકોડા તો ઘણી જાતના બને છે. ફ્લાવરના પકોડા પણ બને છે. ફ્લાવરના પકોડા જોતાંવેત મોંઢામાં પાણી આવી જાય છે! 

સામગ્રીઃ

  • ફ્લાવરના ટુકડા 2 કપ
  • ચણાનો લોટ 2 કપ
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન (optional)
  • અજમો ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર ¼ ટી.સ્પૂન
  • હળદર પાવડર 2 ચપટી
  • હીંગ 2 ચપટી, ખાવાનો સોડા 2-3 ચપટી, મીઠું સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ
  • કોથમીર ધોઈને સુધારેલી 2 ટે.સ્પૂન
  • ચાટ મસાલો
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન

રીતઃ ફ્લાવરના ટુકડા છૂટાં કરીને ધોઈ લો. 1 મોટા બાઉલમાં ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને ફ્લાવરના ટુકડા તેમાં દસેક મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ ફ્લાવરને પાણીમાંથી કાઢીને એક સુતરાઉ રૂમાલ પર નિતારી લો.

 

એક વાસણમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ, લાલ મરચાં પાવડર, હળદર, હીંગ, મીઠું, સમારેલી કોથમીર, લીંબુનો રસ મિક્સ કરી દો. ફ્રલાવરના ટુકડા આ મિશ્રણમાં મેરીનેટ કરીને 10 મિનિટ માટે એકબાજુએ રાખી દો.

એક બાઉલમાં ચણાનો લોટ, અજમો, સ્વાદ મુજબ મીઠું તેમજ જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો.

હવે કઢાઈમાં ભજીયા તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ફ્લાવરનો એક એક ટુકડો લઈ ખીરામાં બોળીને તેલમાં તળવા માટે નાખો. ગેસની આંચ ત્યારબાદ મધ્યમ કરવી. ભજીયાને ગોલ્ડન બ્રાઉન તળીને એક પ્લેટમાં કાઢ્યા બાદ તેની ઉપર ચાટ મસાલો ભભરાવીને ગરમાગરમ પીરસો.