શહેરોમાં રહેતા લોકો કબુતર થી તો વાકેફ જ હોય છે. અમદાવાદ-વડોદરા જેવા શહેરોમાં ભાગ્યે જ જોવા મળતા લીલા કબુતર “હરીયલ” કે “Yellow Footed Green Pigeon” વિશે ઓછી માહિતી હોય.
ગીર કે મધ્યભારતના જંગલોમાં જાવ તો ઉંબરા, પીપળા કે વડના વૃક્ષો પર સવારે કે સાંજે વૃક્ષના ટોચની ડાળી પર હરીયલ સામાન્યત: જોવા મળે જ. 5-7 કે વધુના ગ્રુપમાં દેખાતા આ સુંદર કબુતર ઉડે તો તેમની પાંખોના ફટફટાવવા થી પણ ચોક્કસ પ્રકારનો વ્હીસલ જેવો અવાજ સંભળાય છે. ખૂબજ શરમાળ પ્રકૃતિના આ પક્ષી જરાક પણ માનવ ખલેલ જેવું લાગે તો તરત જ ઉડી જાય. જવલ્લેજ જમીન પર હરીયલ જોવા મળે છે.
