તલીયો તેતર

 

 

 

 

 

 

 

 

 

સામાન્ય રીતે આપણે બધાએ કયારેક ને કયારેક તો તેતર જોયો હશે કે તેના વિશે સાંભળ્યું હશે. ફિલ્મના ગીતમાં પણ તેતર (તિતર) વિશે વાત થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં જોવા મળતા તેતર Grey francolin તરીકે ઓળખાય છે. પણ તલીયો તેતર આ ગ્રે ફ્રેંકોલીન કરતા રંગ-રૂપ અને અવાજની બાબતમાં થોડો અલગ પડે છે અને તલીયો તેતર સરળતાથી જોવા મળતા નથી.

Grey francolin સામાન્ય રીતે ભારતભરના જંગલો તથા ખેતરોમાં જોવા મળે છે. જ્યારે તલીયો તેતર (Painted francolin) એ પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે.