ઈન્ડિયન વુલ્ફને શિકાર કરતા નિહાળવું અદભુત રોમાંચ

ભારતમાં ટીવી અને ફીલ્મની સમાજ જીવન અને વિચારસરણી પર ખુબ મોટી અસર છે એવુ લોકો વારંવાર કહેતા હોય છે. આ વાત ઇન્ડીયન વુલ્ફ/ (વરુ) માટે ઘણા અંશે સાચી પડતી હોય એવુ લાગે છે. કોઇ ફીલ્મમાં હીરો પોતાના દિકરા પર વુલ્ફ હુમલો કરે અને તેની સાથે તે બરફમાં લડે અને દિકરાને બચાવે જોકે, આ આખી ઘટના યુરોપમાં બને પણ ભારતમાં લોકોના મનમાં વરુ વિશે એવી માન્યતા થઇ જાય કે તે માણસ પર હુમલા કરે છે અને જો કોઇ વુલ્ફ ભુલેચુકે માણસોના હાથે ચડી જાય તો મોત નિશ્ચિત.

છેલ્લા ઘણા વર્ષોથી જંગલમાં સફારીમાં જવાનું થાય પણ ક્યારેય વરુ કે વુલ્ફ એ કોઇ માણસ પર હુમલો કર્યો એ જાણમાં નથી. ઇન્ડીયન વુલ્ફ તો માણસને જોવે તો દુર ભાગે અને માણસથી ડરે પણ.

વુલ્ફ સામાન્ય રીતે પેક(4-5 કે વધુનુ ગ્રુપ)માં રહે, દરેક પેકમાં એક આલ્ફા મેલ અને આલ્ફા ફીમેલ હોય. બ્લેકબક નેશનલ પાર્કમાં આ વરુઓ મુખ્યત્વે કાળીયારનો શિકાર કરે પણ પક્ષીઓ અને સસલા તથા અન્ય નાના પ્રાણીઓનો પણ ક્યારેક શિકાર કરે. કાળીયારનો શિકાર કરવા ખુબ લાંબા અંતર સુધી વુલ્ફનું પેક તેની પાછળ દોડે અને તેને થકાવી શિકાર કરે તે નિહાળવું અદભુત અનુભવ છે.

બ્લેકબક નેશનલ પાર્કમાં તો ક્યારેક સ્ટ્રાઇપડ હાયેના અને વુલ્ફ વચ્ચે પણ ટકરાવ થાય, એ જોવા મળે તો માનવાનું કે તમે ખુબજ નસીબ વાળા છો. વહેલા સવારે અને રાત્રીના સમયે વુલ્ફ ખુબજ એક્ટીવ હોય અને શિકાર પણ કરે.

(શ્રીનાથ શાહ)