ચોમાસામાં સાસણ ગીરનો ટુરીઝમ ઝોન પ્રવાસીઓની સફારી માટે બંધ હોય છે, પણ દેવાળીયા સફારી પાર્કમાં જીપ સફારી કરી શકાય છે.
સંપૂર્ણ ગીર લેન્ડસ્કેપની પ્રતિકૃતિ રૂપ દેવાળીયા સફારી પાર્કમાં નાની ટેકરીઓ, ઘાસીયા મેદાન, નાના તળાવો અને વિવિધ વૃક્ષો ચોમાસાના 2-3 વરસાદ પછી ખીલી ઉઠે છે. એકદમ હરીયાળા ઘાસ વચ્ચે સિંહને વિહરતા નિહાળવાની મજા કઈ અલગ જ હોય છે.
દેવાળીયામાં થોડા થોડા અંતરે આવેલા દેશી બાવળના વૃક્ષો પર સુગરીના માળાના સમુહ અને તેમાં અવર જવર કરતી સુગરીને જોવી અને કેમેરામાં કંડારવી એ અલગ જ મજા છે. વળી ચીતલ, કાળીયાર, સાંબર, નિલગાય તથા શિયાળની હરીયાળા ઘાસ સાથેના બેકગ્રાઉન્ડમાં ફોટોગ્રાફી સરસ થાય છે. ચોમાસામાંની સિઝનમાં ગીરમાં પતંગીયા અને વિવિધ નાના જીવ જંતુઓની મેક્રો તથા લેન્ડસ્કેપ ફોટોગ્રાફી પણ ખૂબજ સરસ થાય છે. આમ ચોમાસામાં દેવાળીયા સફારી પાર્કનું સૌદર્ય અનેરું હોય છે.