બ્રેઇન ફીવર કે જેને ગુજરાતીમાં બપૈયો અને હીન્દીમાં પપીહા કહીએ છીએ આ બધા એક પક્ષીના નામ છે કોમન હોક કુકુ. તમે ગુજરાતીમાં ઘણા પુસ્તકોમાં પણ બપૈયાનો ઉલ્લેખ વાંચ્યો હશે પણ કેવુ દેખાય આ કોયલ કુળનું પક્ષી એ ધ્યાને ન આવ્યુ હોય.
ચોમાસા પહેલા ગીર અને ગુજરાતના અન્ય કેટલાક જંગલ વિસ્તારમાં અને ક્યારેક ગામ-શહેરમાં એક ચોક્કસ પ્રકારના પક્ષીનો અવાજ આખો દિવસ અને ચંદ્રનો પ્રકાશ હોય તેવી રાતોમાં સતત સંભળાયા કરે, પણ પક્ષી જલ્દી જોવા મળે નહી આ છે કોમન હોક કુકુ.
તેના નામમાં હોક (બાજ)નો ઉલ્લેખ એટલે આવે કે તેનો દેખાવ અને આંખો તમે દૂરથી જોવો તો સ્પેરો હોક કે શીકરા બાઝ જેવો લાગે. ઘણીવાર ખીસકોલીઓ પણ તેને જોઇને થાપ ખાય અને ભાગાભાગી કરે. આપણને થાય કે આ બ્રેઇન ફીવર નામ કેમ પડ્યુ તો 1947 પહેલાં ઘણા અંગ્રેજ પક્ષીવિદ ભારત આવતા અને તેમણે કોમન હોક કુકુના સતત અને ચોક્કસ પ્રકારના અવાજને કારણે આવું નામ આપ્યું હશે તેમ બધા માને છે.
(શ્રીનાથ શાહ)