શું તમે ગીરમાં ટ્રેન સફારીની મજા લીધી છે?

 

 

 

 

 

 

 

 

 

 

સાસણ ગીર ખાતે જઈએ એટલે સિંહ જોવા માટે જીપ સફારી કરવાની વાત મનમાં આવે. સાસણ ગીર ખાતે એક કોલોનીયલ સ્ટાઈલના બાંધકામ વાળું સુંદર નાનકડું રેલ્વે સ્ટેશન પણ છે. અહીંથી એક મીટર ગેજ ટ્રેનમાં તમે સાસણ ગીરથી કાંસીયા રેલ્વે કોચમાં બેસીને ગીર નેશનલ પાર્કમાં રેલ્વે (ટ્રેન)માં સફારીનો આનંદ લઈ શકો છો.

ટ્રેનની સ્પીડ જંગલમાંથી પસાર થવાના કારણે અત્યંત ધીમી હોવાથી જંગલના વિવિધ પશુ-પક્ષી અને વૃક્ષો વનસ્પતિ સરસ રીતે જોવા મળે અને ભાગ્ય હોયતો સિંહ કે દિપડો પણ જોવા મળે. સાસણ અને કાંસીયા સ્ટેશન વચ્ચે સવારના અનુકુળ ટાઇમીંગ સાથે આવવા અને જવા બન્ને તરફ ટ્રેન તરત મળે છે. જેમાં તમને લગભગ 1 કલાકની સરસ ટ્રેન(રેલ્વે) સફારીની મજા માણવા પણ મળે.

(શ્રીનાથ શાહ)