ઝાડ પર જંગલ કેટ

 

 

 

 

 

 

 

 

 

ગીર નેશનલ પાર્ક દેવાળીયામાં જીપ સફારી મહત્વની છે. અહીં માત્ર સિંહ જ નહીં પણ અન્ય પ્રાણી-પક્ષીઓ જોવા પણ એક લ્હાવો છે. એમા પણ ભાગ્ય સાથ આપે તો આ સફારી પાર્કમાં “જંગલ કેટ” પણ જોવા મળે.

અમે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં દેવાળીયામાં જીપ સફારી કરતા હતા અચાનક અમારી નજર એક નાના ઝાડ પાસે કુદકો મારતા શિયાળ પર પડી અમે નજીક ગયાને જોયું તો ઝાડ પર જંગલ કેટ અને નીચે શીયાળ! આવું દ્રશ્ય કેટલુ મહત્વનું હોય તે તો કોઈ વાઈડલાઈફ ફોટોગ્રાફરને જ ખબર હોય.

ખેર ફરી પાછા મૂળ વાત આવીયે જંગલ કેટ અને શિયાળની ઘટના એટલી ઝડપી બની કે કેમેરામાં ટેલી લેન્સને બદલી વાઈડ લેન્સ લગાવવાનું વિચારવાને બદલે ટેલી લેન્સમાં માત્ર જંગલ કેટની ફ્રેમ આવી અને એજ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ.

સામાન્ય રીતે જંગલ કેટ ઘાસીયા મેદાનોમાં જમીન પર જ જોવા મળે, પણ અમને ઝાડ પર જોવા મળી એ અમારું નસીબ હતું. પણ હા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે એક વાત ચોક્કસ કહીશ કે જો આ સમયે લેન્સ બદલવા રહ્યો હોત તો કદાચ આ ફોટો ન મળત.

અમારી જંગલ સફારી દરમિયાન બનેલા આવા પ્રસંગો કેમેરાની સાથે હ્રદયમાં પણ કેદ થઈ જતા હોય છે. આ ફોટોને હું આજે પણ જોઉં ત્યારે મને એ દિવસોની યાદ ફરી તાજી થઈ જાય છે.

શ્રીનાથ શાહ