ભારતમાં જે હાથી છે તેને એશીયન એલીફન્ટ કહે છે, જ્યારે આફ્રીકાના હાથીને આફ્રીકન એલીફન્ટ કહે છે. ભારત અને આફ્રીકાના હાથીઓમાં ઘણી બાબતોમાં અલગ છે. જેમકે આફ્રીકન હાથી કરતા ભારતના હાથી પ્રમાણમાં કદ કાઠીમાં નાના હોય છે. ભારતના હાથી કરતા આફ્રીકાના હાથીનું માથુ અને કાન અલગ હોય છે.
આફ્રીકન હાથીમાં નર અને માદા બન્ને હાથીઓને હાથીદાંત(ટસ્ક) હોય છે, જ્યારે ભારતના હાથીઓમાં માત્ર નર હાથીઓને જ હાથીદાંત(ટસ્ક) હોય છે. એટલે ભારતમાં નર હાથી ને ટસ્કર પણ કહે છે. કેટલાંક નર હાથીને ટસ્ક નથી હોતા જેને સ્થાનિકો “મખના“ કહે છે. બે ટસ્કરની ટક્કરનો આ ફોટો ઢિકાલા ઝોનમાં રામગંગા નદીના કિનારા પર 3 વર્ષ પહેલા મળ્યો હતો.
(શ્રીનાથ શાહ)