ગીર અભ્યારણ્યમાં પતંગિયાઓની એક અદભૂત દુનિયા

ગીર અભ્યારણ્યમાં પ્રવાસીઓ કે વાઈલ્ડ લાઈફ ફોટો ગ્રાફર આવે ત્યારે તેમનું ફોકસ સામાન્ય રીતે સિંહ-દિપડા જોવા અને તેમની ફોટોગ્રાફી કરવા પર જ હોય છે. ટુરીસ્ટ ગાઈડ પણ હંમેશા સિંહ, દિપડાની શોધમાં જ જંગલમાં સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. પણ આ સિંહ-દિપડાને જોવાના અને ફોટોગ્રાફીના ચક્કરમાં આપણે અનેક વાર બીજા સુંદર જીવોને ભુલી જતા હોઈએ છીએ.

જંગલમાં સિંહ જોવા કે હરણના એલાર્મ કોલ સાંભળવા માટે રસ્તામાં જીપ્સી ઉભી રાખી હોય ત્યારે સિંહ જોવાના મોહમાં એટલા ખોવાયેલા હોઈએ છીએ કે, કેટલીય વાર આસપાસમાં ઉડતા રંગબેરંગી સુંદર પતંગિયાનો ફોટો લેવાનું ભુલી જાય છે. પતંગિયા ચોક્કસ પ્રકારનાં છોડને પસંદ કરે છે. જંગલો,ઘાસના મેદાન,નદી અને ઝરણાની આસપાસનાં વિસ્તારમાં પતંગિયાઓ જોવા મળે છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે ગીર વિસ્તારમાં આશરે 50થી વઘુ જાતના પતંગિયા જોવા મળે છે. ગુજરાતના તથા ગુજરાત બહારના વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ તેના માટે સંશોધન કરેલ છે અને ગીરના પતંગીયાની અદભૂત વૈજ્ઞાનિક માહિતિ પણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

મારી દ્રષ્ટીએ ગીરમાં પતંગિયા જોવાનો શ્રેષ્ઠ સમય ઓગષ્ટથી લઈને ડિસેમ્બર સુધીનો છે. પણ વર્ષભરમાં કોઈને કોઈ પ્રકારના પતંગીયા જોવા મળે છે.