અમદાવાદઃ કોરોના વાયરસે આખા વિશ્વમાં પોતાનો કહેર વરસાવ્યો છે. વિશ્વના મોટાભાગના દેશોમાં લગભગ કોરોનાએ દેખા દીધી છે. યુરોપ અત્યારે કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. ઈટલીમાં પણ લોકો ભયમાં જીવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ કોરોના વાયરસ ભારત દેશમાં ન પ્રસરે તે માટેના પગલાં લેવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે પણ સાવચેતીના પગલા રુપે જ્યાં વધારે લોકો એકઠા થતા હોય તેવી કેટલીક જગ્યાઓને 29 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
જો કે ગુજરાતમાં હજીસુધી કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આમ છતા પણ ગુજરાતમાં કોરોના વાયરસ માથુ ન ઉચકે તે માટેના જરુરી તમામ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)