સુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત

સુરત એરપોર્ટ પાછલા ઘણા સમયથી કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યું છે. ત્યારે ફરી એક વખત સુરત એરપોર્ટથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એરપોર્ટ પર ફરજ બજાવી રહેલી કિશન સિંહ નામના CISF જવાને પોતાની બંદૂકથી પોતાનો જીવ ટૂંકાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા કિશનસિંહે બાથરૂમમાં જઈ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી હતી. ઘટનાની જાણ થતા જ અન્ય જવાનો તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ જવાને ક્યા કારણોસર આપઘાત તેનું કારણ જણવા મળ્યું નથી. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જવાનના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા, અને તેઓ મૂળ રાજસ્થાનના હતા. બપોરના સમય દરમિયાન સહકર્મીસાથે વાત કરતા સમયે સામાન્ય હોવાની વાત પણ સૂત્રો દ્વારા જાણવા મળી હતી.