અમદાવાદ: શહેરની રથયાત્રા એ ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. અમદાવાદના જમાલપુુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચી ગયા અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી ત્યારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)