સુરત: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના સન્માનમાં 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઊજવવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની 25 જેટલી સરકારી શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ સામેલ થયા હતા.
અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટના ઉદ્દેશ મુજબ સમાજમાં શિક્ષણની જરૂરિયાત અને શિક્ષણ અંગે જાગ્રતતા આવે એ માટે અથાગ પ્રયત્ન અવિરત પણે ચાલે છે. શિક્ષણમાં નવીન પ્રયોગો, વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિ દ્વારા બાળકોને જ્ઞાન પીરસવાનું કાર્ય સતત પુરજોશે ઉત્થાન સહાયકો કરી રહ્યા છે.
ગણિત દિવસની ઉજવણી નિમિતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાર્થના કાર્યક્રમમાં રામાનુજનના જીવન આધારિત તેમની જીવનકવનની ફિલ્મ બતાવવામાં આવી હતી. એ ઉપરાંત ગાણિતિક ગમતો, વિવિધ રમતો, ગણિત કોયડાઓ, વિવિધ ચિત્રો, રમત, આકારોની સમજ માટે વિવિધ ચિત્રો બનાવવા, આ તમામ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગણિત દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ એ હતો કે વિદ્યાર્થી રોજિંદા જીવનમાં ગણિત વિષયનું મહત્ત્વ સમજે. જાગ્રતતા આવે. ગણિત જેવા વિષય પ્રત્યેની નકારાત્મકતા ઘટે અને ગણિત વિષય માટે રસ-રુચિ વધે એ હતો. રોજિંદા વ્યવહારમાં ગણિતનો ઉપયોગ કઈ રીતે થાય છે એની સીધી અને સાદી સમજ ઉત્થાન સહાયકોએ વિદ્યાથીને આપી હતી.