કોંગ્રેસના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર બેન, મફત વીજનાં ચૂંટણી વચનો
બેંગલુરુઃ કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે બેંગલુરુમાં ઘોષણાપત્ર જારી કરી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘોષણાપત્ર જારી કર્યું છે. પાર્ટીએ ખાલી પડેલાં સરકારી પદોને ભરવાનું વચન આપ્યું છે. એ પણ કહેવામાં આવ્યું છે કે 2006 પછી નિયુક્ત સરકારી કર્મચારીઓને OPS હેઠળ પેન્શન મળશે.
આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, AICCના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા, KPCC અધ્યક્ષ ડી. કે. શિવકુમાર, વિધાનસભા વિપક્ષના નેતા સિદ્ધારમૈયા, વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બી. કે. હરિપ્રસાદ અને ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ જી. પરમેશ્વર શંઘરેલા પણ હાજર હતા.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે?
બધાં ખાલી સરકારી પદોને એક વર્ષમાં ભરવામાં આવશે.
2006 પછી નિયુક્ત બધા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન આપવામાં આવશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 15-20 વર્ષ કાર્યરત રહેલા કર્મચારીઓને સ્થાયી કરવામાં આવશે.
પોલીસમાં નિયુક્ત સ્ટાફમાં એક તૃતીયાંશ મહિલા અને કમસે કમ એક ટકા થર્ડ જેન્ડર અનામત કરાશે. સાયબર અને આર્થિક ગુનાઓ અટકાવવા માટે સંશોધન કરવામાં આવશે. એના માટે રૂ. 200 કરોડ ફાળવવામાં આવશે.
સમાજમાં હિંસા ફેલાવતાં ગ્રુપ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બજરંગ દળ, PFI જેવાં સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ગ્રામ પંચાયતમાં હાઇ સ્પીડ વાઈ-ફાઈ હોટસ્પોટ. 10 લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં રસ્તાઓનું વિસ્તરણ કરવામાં આવશે.