વાસ્તુ: રાત્રે ઊંઘ નથી આવતી, ખરાબ વિચારો ખુબ આવે છે?

“ગાંધી ગોડસે એક યુદ્ધ” ફિલ્મનો એક ડાયલોગ છે કે રાષ્ટ્ર થી ઉપર કોઈ ન હોઈ શકે. એક એવા વ્યક્તિને સજા કરવાની વાત હોય છે કે તત્કાલીન વડા પ્રધાન પણ વિમાસણ માં પડી જાય છે. વિચારોના યુદ્ધમાં પણ હકીકતો તો હોય જ છે. એજ રીતે હકીકતોના યુદ્ધમાં પણ વિચારવું જરૂરી છે. કેટલીક ઘટનાઓમાં વધારે વિચારવામાં નથી આવતું. જેના પત્યાઘાતો બહુ આકરા જોવા મળે છે. ધ્વજ વંદન. એક સાધારણ લાગતી પ્રક્રિયામાં પણ કેટલા બધા નિયમોનું પાલન જરૂરી છે. એનું કારણ એ છે કે રાષ્ટ્રધ્વજ એ કોઈ સાધારણ ઝંડો નથી. એનું સન્માન ખુબ જ જરૂરી છે. માત્ર દેખાવ પુરતો રાષ્ટ્રપ્રેમ ન જ ચાલે. આમ પણ પ્રેમનું ઉદ્ભવ સ્થાન હૃદયમાં છે. જ્યાં સુધી હૃદય માંથી સાચી લાગણી ન જન્મે ત્યાં સુધી બધું નકામું છે. ક્યારેક રાષ્ટ્રને પણ હૃદયના ઊંડાણથી પ્રેમ કરી જોજો. બસ પછી આ ભારત ભૂમિ માટે જીવ પણ આપવાની મજા આવશે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સફળ વ્યક્તિ છું. મને હમેશા એવું ગમે કે હું અન્યની મદદ કરું. પણ હમેશા એવું થયું છે કે અમે જેની મદદ કરી હોય એ અમારા વિષે ગમે તેમ પણ બોલે છે. અમે અમારા પૈસે મદદ કરીએ છીએ. કોઈ ફોટા પણ નથી પડાવતા કે છાપામાં નથી આપતા. તો પણ જેમને મદદ કરીએ છીએ એ એવું માને છે કે અમે લોકો પાસેથી ફંડ લેવા માટે આ સ્ટંટ કરીએ છીએ. એક બહેને તો એવું પણ કહ્યું કે એમે તમારું ખાવાનું ખાધું એમ કહોને. બાકી અમને ખવરાવવા વાળા ઘણા છે. બીજા એક ભાઈને ખુબ મદદ કરી હતી એ હવે મોટા માણસ થઇ ગયા છે. એમણે તો સામે મળ્યા તો સામે પણ ન જોયું. તો કેટલાક લોકો પૈસા માંગવા આવે અને લઇ ગયા પછી ઘસાતું બોલે એવું થાય છે. એક વિચાર આવે છે કે કોઈના માટે કહું જ નથી કરવું. શું કરીએ? એક બાજુ સંસ્કાર છે અને બીજી બાજુ તિરસ્કાર.

જવાબ: સુપાત્રને દાન. એ ભારતીય સિદ્ધાંત છે. તમે જેને જરૂરીયાત નથી એમને આપશો તો આવું જ થશે. વળી પુણ્ય કમાવાના અભરખા હોય એવી સ્થિતિ ઉભી થાય એટલે સામે વાળાને એવું જ લાગે કે આમનો કોઈ સ્વાર્થ હશે. તમારા વિચારો ખુબ સારા છે પણ ગમે તેને મદદ કરવાનો કોઈ અર્થ નથી. વળી જે માણસ તમારા લીધે સફળ થયો છે એ તમને ન પણ જુએ તો દુખી શું કામ થાઓ છો? તમે તમારું કામ પૂરું કરી દીધું છે. તમે મદદ કરી. તમને ગમ્યું, સંતોષ થયો. તમારું કામ પતિ ગયું. તમે આ કામ તમારા આત્મસંતોષ માટે કરો છો. અન્ય માટે નહિ. તો તમને આનદ થયો એ જ તમારા કામની સંતુંસ્ઠી છે. અપેક્ષાઓ જ દુખ આપે છે. એ છોડી ડો. અને સાચી વ્યક્તિને શોધી ને પછી મદદ કરો. જેમને જરૂર નથી એમને ખાવાનું આપશો તો ફેંકી દેશે, પૈસા આપશો તો દુરુપયોગ કરશે. વળી ઈશ્વરે બધાને સમાન બનાવ્યા છે એટલે કોઈ મોટું થઇ ગયું એવું માનવાનું પણ યોગ્ય નથી. તમે મદદ કરી એટલે તમારો હાથ ઉપર જ છે. જોકે સાત્વિક વસ્તુઓ જેમકે આરતી, પ્રસાદની થાળી વગેરેમાં આપવા વાળાનો હાથ નીચે હોય છે.

સવાલ: રાત્રે ઊંઘ નથી આવતી. ખરાબ વિચારો ખુબ આવે છે. કોઈ ઉપાય આપોને.

જવાબ: આપ નૈરુત્ય તરફ માથું રાખીને સુવો છો. જેને લીધે આવું થાય. દક્ષિણ તરફ માથું રાખીને સુવો ચોક્કસ સારું લાગશે.

સુચન: ઉત્તર તરફ માથું રાખીને સુવાથી હાયપર ટેન્શનની સમસ્યા આવી શકે છે. તેથી જ ઉત્તર તરફ માથું રાખીને ન સુવાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)