મારી જેઠાણીઓ ઝઘડાખોર છે…

માણસના કર્મો એની સાથે હમેશા રહે છે. ક્યારેક એવું જોવા મળે કે કુદરતનો ન્યાય મળ્યા પછી પણ માણસ નવા કર્મો ભેગા કર્યા કરે છે અને અંતે કુદરત એના માટે નવા ન્યાય શોધવા લાગે છે. જેમ સિંહ એક વખત ત્રાડ નાંખે ત્યાં ના સમજનારા માણસને ત્રણ ચાન્સ આપે છે એવું કુદરતની બાબતમાં પણ છે. માણસ એક માત્ર એવું પ્રાણી છે કે જેને કુદરત પર વિજય પ્રાપ્ત કરવો છે જે શક્ય નથી લાગતું.

આજે કેટલાક એવા સવાલોની ચર્ચા કરીએ જે આવા કોઈ વિષય સાથે જોડાયેલા છે. આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલઃ નમસ્તે. હું એક ખૂબ જ સારા ઘરની દીકરી છુ. મારા ઘરમાં કલાનું વાતાવરણ હતું. મારા લગ્ન બાદ ખબર પડી કે ઘરમાં કોઈ કમાવાવાળું ના હતું. મારી બે જેઠાણીઓ ખૂબ જ ઝગડાખોર છે. એક નાના ઘરમાં ભાગલા પાડીને રહેવાનું થયું. મારે માત્ર દીકરીઓ છે એટલે એના મ્હેણાં સાંભળવાના. મારા બંને જેઠ સંબંધો બગાડ્યા કરે છે અને અમે એના લીધે લોકોથી દૂર થઇ રહ્યા છીએ. ગઈકાલે એક વગ વાળા માણસને ગાળો આપી. અમારું એક કામ એમના લીધે થવાનું હતું. જે અટકી ગયું. અમારા ઘરમાં સ્ત્રીઓ જ કમાય છે પણ તો એ નમાલા પુરુષો લડ્યા કરે છે. કોઈ ઉપાય જણાવશો તો ખૂબ આશીર્વાદ મળશે.

જવાબઃ બહેનશ્રી, તમારા ઘરના પુરુષો આવા છે એ વાત લગ્ન પહેલા તપાસ કરવી જરૂરી હતી. સસરાનું સ્ટેટસ જોઇને નિર્ણય લીધો એ ખોટું જ ગણાય. જે વ્યક્તિ સાથે જીવન પસાર કરવાનું હોય એની પસંદગી ઉતાવળે થોડી જ કરાય? તમારા સસરાનું ઘર અને તમારું અત્યારનું ઘર બંને યોગ્ય નથી. સહુથી પહેલા તો એમાં પૂરતા હવા ઉજાસ જ નથી. બંને ઘરના દ્વાર દક્ષિણના નકારાત્મક પદમાં છે. વળી, તમારા ઘરનું અત્યારનું દ્વાર નૈરુત્ય દક્ષિણમાં થઇ અને નૈરુત્ય પશ્ચિમમાં જવાની વ્યવસ્થા ધરાવે છે. જે ઘરના બીજા નંબરના પુરુષ સંતાન માટે યોગ્ય ન ગણાય. તમારી સોસાયટીમાં મોટા ભાગના લોકો દુખી છે અને તમારા જણાવ્યા મુજબ આસપાસના લોકો પણ વ્યસની છે. એનું કારણ તમારી સોસાયટીમાં પડતો વેધ છે. જેના લીધે નારી દુખી રહે. તમારા ઘરમાં દવાઓ આવતી હોય અને પુરુષો નમાલા હોય એ વાત એટલે લાગે છે કે તમારા ઘરનો ઉત્તરનો અક્ષ નકારાત્મક છે. અને ઘરનું દ્વાર પણ નકારાત્મક છે. વળી
ઘર નારી પ્રધાન છે. ઘરના પુરુષો બેસી રહે છે તો એમનો સ્વભાવ તો નકારાત્મક થવાનો જ. એમને કામ કરવા મોકલો. શરૂઆતમાં થોડી તકલીફ પડશે પણ એના કારણે તમને શાંતિ રહેશે. તમારા જેઠાણીને વધારે પાણી પીવાનું કહો. તમે પોતે સવારે વહેલા ઉઠો. વડીલોને સન્માન આપો અને પ્રાણાયામ કરો.

સવાલઃ તમારા લેખ હું કાયમ વાંચું છુ અને અમે એનાથી ફાયદો પણ થયો છે. મારી બાજુમાં એક ભાઈ રહે છે. એમને કેન્સર હતું. હજુ પણ દારૂ પીવે છે અને તમાકુ ખાય છે. એમનો સ્વભાવ બહુ ખરાબ છે. બાજુવાળા બેન સાથે સંબંધ રાખવા એમની પત્નીને ખુબ હેરાન કરે છે. તો એમના પત્ની માટે કોઈ સલાહ આપવા વિનંતી.

જવાબઃ બહેનશ્રી. કુદરત એનો ન્યાય કરે જ છે. પેલા ભાઈ જો એમના પત્ની સિવાય અન્ય સાથે સંબંધ રાખે છે. વ્યસન કરે છે, મારામારી કરે છે તો એમના પત્ની એમની સાથે શા માટે રહે છે. પ્રેમ, વફાદારી જેવા શબ્દો એમને ખબર નથી તો એમની સાથે શા માટે જીવન વિતાવવું? આપણો દેશ પુરુષ પ્રધાન છે પણ એનો અર્થ એવો નથી કે એમની પત્ની અત્યાચાર સહન કરતી રહે. એમના પ્લોટમાં દક્ષિણની નકારાત્મક એન્ટ્રી છે. વળી, પૂર્વ અગ્નિના પહેલા પદમાં ઘરનું દ્વાર છે અને ત્યાં રવેશ છે. એની બરાબર ઉપર ગોળાઈ છે. તેથી આવું વાતાવરણ છે અને નારીને તકલીફ પડે એવું બની શકે. એમની બાજુવાળા બેન પણ પરિણીત છે. તો એમના બાળકોનો વિચાર કરીને પણ એકવાર આ સંબંધ વિષે બધાએ વિચારવું જોઈએ. તમારા પાડોશી બહેનના ઘરમાં ઈશાનમાં તુલસી વાવવા કહેશો અને યોગ્ય રીતે શિવપૂજા કરવી જરૂરી છે.

આજનું સૂચન: અગ્નિમાં ગોળાઈ આવતી હોય તો નારીનો સ્વભાવ

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)