રાશિ ભવિષ્ય 27/01/2025 થી 02/02/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમાં ધ્યાન ઓછું અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે. તમને તમારા કામમા રૂચી ઓછી જણાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણાં અને સમયનો વ્યય થઈ શકે છે. સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે. આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે. બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવું યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમાં કઈક નવીનતા બની શકે છે.  લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે. જુના મિત્રવર્તુળ સાથે મિલન-મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો. તમારૂ પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ-સહકાર મળે. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાંય લાભ થાય તેવું પણ બની શકે છે .


નોકરી, ધંધામાં ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે. તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાની-નાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય. તમારા કામકાજમાં અન્યનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે. બજારના કામકાજમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામ પર પડી શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે. ઘર કે કુટુંબમાં ભાઈબહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે. લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે. નોકરીમાં કામનું વધુ ભારણ કે અણગમતું કામ કરવાથી માનસિક અશાંતિમાં વધારો થાય. બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમાં ધીમેધીમે સુધારો થતો જોવા મળે. ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે. મુસાફરી થઈ શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યાએ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમાં થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય. બજારના કામકાજમાં અપેક્ષા મુજબ કામ થોડું ઓછું થાય. જુના અટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમાં પણ થોડી ચળવળ થતી જોવા મળે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય. આરોગ્ય બાબતમાં બેદરકાર ના બનાય તેનું ધ્યાન રાખવું.


તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો. સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને કોઈક નવીન કામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાંકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે. તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકો છો. તમારા કામની સારી નોંધ પણ લેવાય. કોઈ જૂની વાત કે કામ ક્યાંય અટકેલુ હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવું યોગ્ય છે.


તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે. તેમાં તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો. મિત્રો કે સગાસ્નેહી સાથે મિલન-મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મહેનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. બજારમાં નાનુ અને આયોજનપૂર્વકનું જ કામ કરવું સારું. લગ્ન બાબતની વાતચીત કે મિલન-મુલાકાતમાં વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


કામની બાબતમાં થોડું અધીરાપણુ વધુ જોવા મળે. તમારા કામકાજમાં તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે. ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય. તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવી દો.  બજારના કામકાજમાં તમને નિર્ણય શક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપૂર્વક જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય. તમારી લાગણીની કદર થાય. કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે. લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે. બજારના કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની-નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે. ક્યાંકથી આકસ્મિક નાણાંકીય કે કોઈ બાબતે ખુશ થવાય તેવો લાભ પણ થઈ શકે છે. કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે. તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે. તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે. બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે. તમારા કામકાજમાં અન્યનો સારો સાથ-સહકાર મળી શકે છે. તમારા ધારેલા કામમાં તમે ગણતરી અને મહેનત કરો તો સારું ફળ મળી શકે છે. લગ્નની માટેની વાતચીત ક્યાંય ચાલતી હોય તો સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે. પ્રવાસ પણ ઉત્સાહપૂર્વકનો રહે. મિત્રવર્તુળ સાથે કોઈ નવીન વાતની આપ-લે પણ થઇ શકે છે. બજારના કામકાજમાં તમને કઈ સારું કરવાની લાગણી જન્મી શકે છે. આયોજનપૂર્વક કામ કરો તો લાભ પણ થઈ શકે છે.