આ એક પશ્ચિમી ફિલસૂફી છે, જે માનવ અને પશુ (મનુષ્ય અને પ્રાણી)ની વચ્ચે એક ભેદરેખા દોરે છે. પૃથ્વીમાં રહેલા કોઈ પણ ધર્મે વાસ્તવિક રીતે એવું ક્યારેય નથી કર્યું. હિન્દુ ધર્મ વસુધૈવ કુટુંબકમમાં માને છે- જે કુદરત પરસ્પર એકમેક સાથે જોડાયેલી છે અને હંમેશાં પ્રાણીઓ પ્રત્યે દયાભાવનો સ્વીકાર કર્યો છે. છેલ્લે વિજ્ઞાન એ વાતને સ્વીકારે છે કે આપણે હંમેશાં શેમાં વિશ્વાસ ધરાવીએ છીએ.
છેલ્લાં 50 વર્ષોમાં અગણિત અભ્યાસો જીવિત પ્રાણીઓમાં સમાનતા સાબિત કરી રહ્યા છે. માનવીનું મગજ ડાબી-જમણી બાજુ હોય છે, જે બંને અલગ-અલગ કામ કરે છે. અત્યાર સુધી એ માનવ મગજ માટે વિશિષ્ટ માનવામાં આવતું હતું, પરંતુ મરઘાંઓ પાસે માનવીની સમાન મગજ હોય છે. ચિકન (મરઘા)નું મગજ બે ભાગમાં વિભાજિત હોય છે, જેથી પાછલા અનુભવને આધારે જે કંઈ જમણી આંખ જુએ એનું ડાબું મગજ વિશ્લેષણ કરે અને જે કંઈ ડાબી આંખ જુએ એનો નિષ્કર્ષ જમણું ભાગ કરે. આમ જમણો ભાગ વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરે, જ્યારે ડાબી બાજુનો ભાગ એ જેતે બાબતે ધ્યાન કેન્દ્રિત કરે.
નાનાં મરઘાં એકસાથે કમસે કમ બે વિઝ્યુઅલ ટાસ્ક (દ્રશ્ય કાર્યો)માં ભાગ લઈ શકે છે. ન્યુ ઇંગલેન્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં પરીક્ષણોમાં મગજનો A ભાગ કાંકરાઓમાંથી અનાજના દાણાઓ શોધવાનું કામ કરે છે, એ જ વખતે B ભાગ આજુબાજુની પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરે છે. મગજનો ડાબો ભાગ ભૂતપૂર્વ કાર્યોને યાદ રાખે છે, જમણો ભાગ વિશિષ્ટ કાર્યોને યાદ રાખે છે.
ડોલ્ફિન નકલ કરવા માટે જાણીતા
શું તમે ક્યારેય પોતાની જાતને ગીત ગણગણતી જોઈ છે, જે ક્યારેક મગજમાં એક જ ગીત અટકી ગયું હોય? એ ડોલ્ફિનની જેમ ફ્રાંસના એક્વાટિક પાર્કમાં પ્લાનેટ સોવેજમાં પાંચ ડોલ્ફિનના ગ્રુપમાં મોડી રાત સુધી અવાજ કરતાં રેકોર્ડ કરવામાં આવ્યાં હતા. આ વાસ્તવિકતા છતાં તેમણે દિવસના કાર્યક્રમો દરમ્યાન વ્હેલના અવાજોને માત્ર રેકોર્ડિંગના રૂપે સાંભળ્યા હતા. રેન્સ યુનિવર્સિટીના ઇથોલોજિસ્ટ માર્ટિન હોર્સબર્ગર અને તેમના સહયોગીઓએ ડોલ્ફિનનો અવાજ સાંભળવા માટે રાત્રે ટેન્કમાં માઇક્રોફોન લટકાવ્યાં હતાં. એક રાતે તેમણે 25 નવા અવાજો સાંભળ્યા, જે ડોલ્ફિને પહેલાં ક્યારેય નહોતા કાઢ્યા, કેમ કે ડોલ્ફિન નકલ કરવા માટે જાણીતા છે. સંશોધનકર્તાઓએ ક્લુ માટે એના દિવસના વાતાવરણની તપાસ કરી હતી. તેમને માલૂમ પડ્યું હતું કે પાર્કમાં મ્યુઝિક, સી ગલ્સ કોલ, ડોલ્ફિનની પોતાની સિટી અને હમ્પબેક વ્હેલ કોલ ચાલી રહ્યું હતું. ડોલ્ફિન જે બધી પાંજરામાં પેદા થઈ હતી, એને સાઉન્ડટ્રેકને છોડીને ક્યારેય વ્હેલને સાંભળવાની તક નહોતી મળી, તેમ છતાં એ વ્હેલનાં ગીતો ગાઈ રહી હતી.
બકરીઓનો લહેકો મોટા ભાગે એકસમાન હોય
શું તમને તમારી મમ્મી યાદ છે? તમે નાસ્તાનો ડબ્બો ભૂલી ગયા હો અને તમારી મમ્મીએ તમારો ડબ્બો પહોંચાડ્યો હોય. બકરી સ્પેશિયલિસ્ટ ડો. ડેનિયલ વાલ્ડ્રોન (વિકમેન-2013માં) અનુસાર બકરીઓ બહુ સારી છે. બકરીઓ અને ઘેટાંની પાસે મનુષ્યોની જેમ સ્વરપેટી હોય છે અને તેઓ તેમનો સારી રીતે ઉપયોગ કરે છે. જ્યારે એક મા બકરી એનાં બચ્ચાથી અલગ થઈ જાય છે, ત્યારે તે જોરજોરથી બરાડવા લાગશે, જ્યારે એમને ખોરાક આપવામાં આવે છે, ત્યારે એ ઝુંડ તમને યાદ અપાવવા માટે બરાડશે અને સામ્યતા અહીં પૂરી નથી થતી.
મનુષ્યોની જેમ બકરીઓ દ્વારા પણ એમની કંપનીને આધારે વિવિધ અવાજ વિકસિત કરે છે. બ્રીફર અને મેકએલિગોટ (2012)ની હાલમાં શોધ અનુસાર એક જ સામાજિક ગ્રુપમાં રહેતી બકરીઓનો લહેકો (અવાજ) મોટા ભાગે એકસમાન હોય છે. એક સપ્તાહ જૂના અને પાંચ સપ્તાહ જૂના બકરીઓના લહેકાની તુલનાએ તેમને માલૂમ પડ્યું હતું કે એક જ સામાજિક ગ્રુપમાંથી ઉઠાવવામાં આવેલાંમ એમનાં બચ્ચાંનો અવાજ વિવિધ ગ્રુપોની તુલનામાં વધુ એકસમાન હતી. ગાયોનો પણ આ જ હાલ છે.
અંગ્રેજી ડેરી પછી ખેડૂતોએ જોયું હતું કે તેમની ગાયોનો અવાજ થોડો અલગ હતો, જેમને આધારે એ જેતે ઝુંડમાંથી આવ્યાં છે. એક અભ્યાસથી માલૂમ પડ્યું હતું કે ગાયોમાં મનુષ્યોની જેમ પ્રદેશને આધારે લહેકા હોય છે. તો સ્પષ્ટ રૂપથી પ્રાણીઓ પોતાના સામાજિક વાતાવરણ અનુસાર પોતાના સ્વરો (અવાજ-લહેકા)ને સંશોધિત કરી શકે છે, જેનો અર્થ છે કે એ સરળતાથી ભાષા શીખી શકે છે. જ્યારે સંદેશવ્યહારનો વિષય હોય તો મહાભારતની વાર્તા યાદ કરો કે કેવી રીતે અભિમન્યુએ સુભદ્રાના ગર્ભમાં રહીને ચક્રવ્યૂહ ભેદવાનાં રહસ્યો સાંભળ્યાં હતાં.
હવે એનો વ્યાપક સ્વીકાર કરવામાં આવી રહ્યો છે કે ગર્ભમાં બાળક બહારના સંવાદ અને મ્યુઝિકનો હકારાત્મક પ્રતિક્રિયા આપે છે. આશા છે કે માતાઓ પોતાના ગર્ભસ્થ બાળને એવી રીતે જ વાત્સલ્યથી પ્રેમ કરે છે. પ્રાણીઓની સાથે પણ એવું જ છે. એ મા મરઘી પેદા થતાં પહેલાં પોતાનાં બચ્ચાથી વાત કરે છે અને વહાલ પણ. ઈંડાં પર બેસીનો અથવા નીચે એની આસપાસ ફરીને એને હૂંફ આપીને અને થપથપાવશે. આ પ્રારંભિક સંદેશ જ નવજાત બાળને પોતાની માતાના અવાજથી ઝુંડના બાકી હિસ્સાથી અલગ કરવામાં સક્ષમ બનાવે છે. ઈંડાંમાંથી બહાર નીકળવાના છેલ્લા કલાકોમાં એની મમ્માને જવાબ આપતાં તમે સાંભળી શકો છો, કેમ કે એ એને શેલથી બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરે છે, એને વિશ્વાસ અપાવે છે કે એ સુરક્ષિત છે.
એ સાબિત થઈ ગયું છે કે માતા હેન્સ (મરઘી) પોતાની સમજ અને યોગ્યતાને આધારે પોતાનાં બાળકોની સમજને વિકસાવે છે. જો બચ્ચું ધીમે શીખતું હોય તો એની મમ્મા એને ધીમી ગતિએ શીખવાડે છે. એ જ રીતે જેમ આપણી માતા આપણને ધકેલે છે અને સ્વસ્થ ખોરાક લેવા માટે પ્રોત્સાહિત કરે છે. હાલના એક અભ્યાસમાં માતા હેન્સ (મરઘી)ના ભોજનનો એક રંગ હોય એ યોગ્ય છે અને ભોજનનો અન્ય રંગ અનુકૂળ છે એક અલગ રૂમમાં એમને (મરઘીઓ)ને ખાવાના રંગ કયો પસંદ કર્યો હતો. એમને ઓછા યોગ્ય માનવામાં આવતા હતા. ખરાબ ભોજનથી મરઘીઓ દૂર રહેતી અને પૌષ્ટિક ભોજનથી આકર્ષાતી હતી.
એમને પ્રેમથી ગળે લગાવતાં એમને બહુ ખુશી થશે, હું ઇચ્છું છું કે મરતાં પહેલાં હું ઇક્વાડોરિયન હિલસ્ટાર હમિંગબર્ડને પ્રેમથી સાંભળવા ઇચ્છીશ. નર પોતાના ગળાને ફુલાવે છે, જેનાથી એના ગળાના ફરને એક ઇન્દ્રધનુષની જેમ ચમકે છે અને પછી એક ઓપેરામા લોન્ચ થાય છે જે માત્ર પોતાની રીતે પક્ષી સાંભળી શકે છે, કેમ કે મેટિંગ કોલ 13.4 કિલોહર્ટ્સ પર સાંભળી શકાય છે અને પક્ષી નવ અથવા 10 કિલોહર્ટ્સથી ઉપર નથી સાંભળી શકતા. આટલું ઊંચો અવાજ કેમ? જેથી પ્રેમનો ધ્વનિ હવાઓ, ધારાઓ અને અન્ય પક્ષીઓનાં ગીતોના ધ્વનિને પાર કરી શકે, છેને એકદમ કમાલ.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)