બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર થઇ ગયું છે. 31 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ લક્ઝુરિયસ હોટેલને ટક્કર આપે તેવા યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું. અમિત શાહ મારૂતિ યજ્ઞમાં પણ સહભાગી થઈ રહ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યાં.આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે અમિત શાહને વડતાલ ખાતે યોજાનાર દ્વિ શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપ્યું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.